ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામમાં નવોદય વિદ્યાલય માટે માફી કિંમતે અને મહેસુલ માફીથી જમીનની ફાળવણી

જામનગર તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય મંજુર કરવામાં આવ્યું છે. આ વિદ્યાલય માટે જરૃરી જમીન માફીની કિંમતે તથા મહેસુલ માફીથી ફાળવવા ખંભાળિયા-ભાણવડના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રજૂઆતો કરી હતી તેમજ વિધાનસભામાં પણ પ્રશ્ન ઊઠાવ્યો હતો.

ધારાસભ્ય વિક્રમભાઈ માડમની વર્ષ ર૦૧૩ ની માંગણી તથા પ્રયત્નોથી કેન્દ્ર સરકારશ્રી દ્વારા નવો બનેલ જિલ્લો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે જવાહર નવોદય વિદ્યાલય મંજુર કરવામાં આવેલ છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પોતાના જ બાળકો માટે મંજુર કરવામાં આવેલ વિદ્યાલય માટે ફાળવવાની થતી જમીન માટે બજાર ભાવ માંગી રહી હતી. જે બાબતનો આ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે સખત વિરોધ કરી જણાવવામાં આવેલ કે સરકાર ઉદ્યોગો માટે માફી કિંમતે જમીન ફાળવી રહેલ છે ત્યારે પોતાના જ બાળકોને અભ્યાસ માટે શાળાની જમીન માટે બજાર ભાવ માંગી રહી છે.

આમ  ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ધતુરિયા ગામે મંજુર કરેલ નવોદય વિદ્યાલય માટે કુલ હે. ૧ર-૧૪-૦પ જેટલી જમીન માફી કિંમતે અને મહેસુલ માફીથી આપવા ગત્ વિધાનસભામાં પણ પ્રશ્ન ઊઠાવેલ હતાં. ઉપરાંત તા. ર૩.૬.ર૦૧૮ થી વિગતવાર પત્ર મુખ્યમંત્રીને પણ લખવામાં આવેલ હતો. ધારાસભ્યના પ્રયત્નો તેમજ જામનગર જિલ્લાના અલિયાબાડા નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા પણ નવોદય વિદ્યાલય માટે માફી કિંમતે અને મહેસુલ માફીથી જમીન આપવા સંબંધે જરૃરી સલાહ સૂચનો મળેલ હતાં. કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ડેર દ્વારા પણ આ નવોદય વિદ્યાલય માટે જમીન ફાળવવાની વારંવાર રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. ઉપરાંત આ વિસ્તારના સરપંચો, આગેવાનો, કાર્યકર્તાઓએ પણ ધતુરિયા ગામે મંજુર થયેલ નવોદય વિદ્યાલય માટે માફી કિંમતે અને મહેસુલ માફીથી જમીન સરકાશ્રી ફાળવે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હતાં.

આમ, આ બધી બાબતોનો સરકારશ્રી દ્વારા હકારાત્મક રીતે ધ્યાને લઈ તા. ૮.૮.ર૦૧૮ થી ગુજરાત સરકારશ્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધતુરિયા ગામે માફી કિંમતે અને મહેસુલ માફીથી જમીન ફાળવવા વિચારી રહી હોવા બાબતનો પત્ર ધારાસભ્ય વિક્રમભાઈ માડમને લખવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના આગેવાનો અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમની સરકારશ્રીમાં ધારદાર રજૂઆતને ધ્યાને લઈ, અને આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર-ભાણવડ અને જામખંભાળિયા તાલુકાના કેન્દ્રમાં સમાવેશ ગામ ધતુરિયામાં જવાહર નવોદય વિદ્યાલય માટે રાજ્યમાં અન્ય જિલ્લા જેવા કે બોટાદ-મોરબીની સાથોસાથ કુલ હે. ૧ર-૧૪-૦પ જમીન માફી કિંમતે અને મહેસુલ માફીથી જમીન ફાળવી આપી છે. છેલ્લા ચાર વર્ષથી ટલ્લે ચડેલ જવાહર નવોદય વિદ્યાલયને જમીન ફાળવવાના પ્રશ્નનો સુખદ અંત આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ વિસ્તારના લોકો, આગેવાનો સર્વેમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription