ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ધ્રોલ પાસેથી પરપ્રાંતિય બાળકીનું અપહરણ

જામનગર તા.૧૨ ઃ ધ્રોલના ત્રિકોણ બાગ પાસેથી એક પરપ્રાંતિય બાળકી ગુમ થઈ જતાં તેણીના પિતાએ પોતાનું પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે.

મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના થાદલા ગામના વતની અને હાલમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુરડી ગામમાં ખેતરમાં વસવાટ કરી ત્યાં ખેતમજૂરી કરતા બાડુભાઈ હાબુભાઈ બામણિયા નામના ભીલ પ્રૌઢની સાતેક વર્ષની પુત્રીનું ગયા રવિવારે સાંજે ધ્રોલના ત્રિકોણ બાગ પાસેથી કોઈ શખ્સે અપહરણ કર્યાની બાડુભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ખજુરડીથી પરચૂરણ માલસામાન ખરીદવા માટે ધ્રોલ આવેલા આ પ્રૌઢ જ્યારે પરત જવા માટે ત્રિકોણ બાગ પાસે ઉભા હતા ત્યારે આ બાળકી કોઈ રીતે ગુમ થઈ જતાં બે દિવસ સુધી તેની તપાસ કરવામાં આવ્યા પછી ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ વી.કે. ગઢવીએ ગુન્હાની નોંધ કરી આ બાળકીનો ફોટો, વર્ણન મેળવ્યા છે અને ત્રિકોણ બાગ પાસે આવેલી દુકાનોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00