સ્વામિનારાયણ નગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી પરેશાની

જામનગર તા. ૧૧ઃ જામનગરના વોર્ડ નં. ૧૦ માં આવેલા સ્વામિનારાયણ નગરની શેરી નં. ૩ થી ૬ માં ઘણાં વર્ષોથી સફાઈ કામદારો દ્વારા યોગ્ય રીતે અને નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જ્યારે તેમને યોગ્ય સફાઈ કરવાનું કહેવામાં આવે ત્યારે તેમના દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવી રહ્યું છે તેમજ આ વિસ્તારમાં ઘણી જગ્યાએ સીસી અથવા ડામર રોડ નહીં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વામિનારાયણ નગરમાં ઢોર તથા શ્વાનનું પ્રમાણ વધું છે. તેથી અહીં કોંગો ફિવર ન ફેલાઈ તે માટે ફોગીંગ કરવું જરૃરી છે.

આથી ઉપરોક્ત સમસ્યાઓને ધ્યાને લઈને આ વિસ્તારમાં સફાઈ તથા માર્ગ સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સંદર્ભે પ્રવિણભાઈ માતંગે કમિશનરશ્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

close
Nobat Subscription