વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ખોજાનાકા પાસેની જમીન અંગે રજાના દિવસમાં પણ પંચનામું કરવાનો અદાલતનો આદેશ

જામનગર તા.૧૧ ઃ જામનગરના ખોજાનાકા પાસે આવેલી એક જગ્યાનો કબજો મેળવી લેવા કરાતી કામગીરી સામે વાદીએ અદાલતનો આશરો લેતા અદાલતે રજાના દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખી પંચનામાની કાર્યવાહી કરવા આદેશ કર્યાે છે.

જામનગરના ખોજાનાકા બહાર આવેલી પીરની વાડી તરીકે ઓળખાતી જગ્યામાં વર્ષ ૧૯૫૩થી માધવજી ધરમશી જેસાણી અવેડો વાળતા આવ્યા હોય અને ખેડ હક્કના મકાન ધરાવતા હોય ટ્રસ્ટના સંચાલક સોહિલ રાજવાની તથા અન્ય વ્યક્તિઓ ખેતીની જમીનમાં પ્રવેશ કરવામાં અડચણ કરી દીવાલ ચણવાની કામગીરી કરતા હોય, ગુજરનાર માધવજીભાઈને વારસ નુરૃદ્દીન માધવજી ખોજાએ દીવાની અદાલતમાં દાવો નોંધાવી વિવાદિત જગ્યાનું તાત્કાલિક પંચનામું કરવા માગણી કરી હતી.

તેની સામે પ્રતિવાદીઓએ પંચનામાની અરજીનો જવાબ રજૂ કરવા અદાલત પાસે સમય માગ્યો હતો તેને ઠુકરાવી અદાલતે વિવાદિત જગ્યાનું પંચનામું કરવા આદેશ કર્યાે હતો. સાતમના દિવસે રજા હોવા છતાં અદાલતે પોતાના દ્વાર ખોલી ન્યાય ઝંખનારાઓ માટે અદાલતના દ્વાર ક્યારેય બંધ હોતા નથી તેવી પ્રતીતિ કરાવી કાર્યવાહી કરી હતી. અદાલતે તુરંત જ પંચનામું કરવા અને પ્રતિવાદીઓ પંચનામાની નોટીસ સ્વીકારવાનો ઈન્કાર કરે તો, પંચનામું ટાળવાનો પ્રયત્ન કરે તો નોટીસ ચોડી બજવણીનો હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, મીરા ચાવડા, મમતા માવ રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription