નગરમાં સિટી બસના રૃટમાં ઉમેરો કરવા માંગ

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં ખાનગી પાર્ટી દ્વારા સિટી બસ ચાલી રહી છે. પણ આ ખાનગી પાર્ટી દ્વારા નાના અને સીધા રૃટ પર જ બસ ચલાવવામાં આવે છે. ગોકુલનગર, ઢીંચડા, એરફોર્સ, બેડી, બેડેશ્વર, ધુંવાવ વગેરે વિસ્તારના લોકોને સુવિધા મળે તે રીતના કોઈ રૃટ નથી. આથી જામનગરની સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ જે.વી.દોશીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સમગ્ર શહેરના દૂરના વિસ્તારના લોકોને પણ સિટી બસની સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવા તેમણે માંગણી કરી છે.

close
Nobat Subscription