ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

સડોદરના વૃદ્ધનો હૃદયરોગે જીવ હર્યાેઃ જૂની બીમારીના કારણે બે પ્રૌઢના મૃત્યુ

જામનગર તા.૧૪ ઃ જામનગરના બે વ્યક્તિઓના જૂની બીમારીના કારણે મૃત્યુ થયા છે. જ્યારે સડોદરના એક વૃદ્ધનો હૃદયરોગે જીવ હર્યાે છે.

જામનગરના પવનચક્કી સામે આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૦માં રહેતા રાજેશભાઈ ઈશ્વરદાસ અગ્રાવત નામના ઓગણપચ્ચાસ વર્ષના રામાનંદી સાધુને ડાયાબિટીસની બીમારી વર્ષાે પહેલા લાગુ પડયા પછી ચારેક વર્ષથી હૃદય તથા કિડનીમાં પણ તકલીફ થઈ હતી જેની સારવાર લેવામાં આવી રહી હતી તે દરમ્યાન ગઈકાલે રાજેશભાઈની તબીયત લથડતા તેઓને ફરીથી સારવાર આપવામાં આવી હતી તેમ છતાં ગઈકાલે રાત્રે આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પુત્ર તેજસભાઈ અગ્રાવતનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામના ઓધવજીભાઈ બેચરભાઈ તાળા નામના બાંસઠ વર્ષના પટેલ વૃદ્ધને ગઈકાલે સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને ૧૦૮ મારફત સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ થયું છે. પોલીસે મુકેશભાઈ તાળાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્કમાં રહેતા ભીખુભાઈ મોરારદાસ નિમાવત નામના સિત્તેર વર્ષના રામાનંદી સાધુ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. પોલીસે મહેશભાઈ નિમાવતનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription