ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

ભારતની નિકાસ-નીતિમાં બદલાવની હિલચાલ

નવી દિલ્હી તા. ૧૪ઃ ભારત-અમેરિકાના ટ્રેડવોરના કારણે ભારતની નિકાસ નીતિમાં મોટા ફેરફારો કરવાની હિલચાલ શરૃ થઈ છે.

ચીન અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના કારણે સરકાર હવે નિકાસ પોલિસીમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના ધરાવે છે. આના માટેની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે.

હકીકતમાં કેન્દ્ર સરકાર વર્તમાન પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટેની તૈયારીમાં છે. ટ્રેડ વોરની વચ્ચે સરકાર નિકાસને વધારી દેવા માટે યોગ્ય તકની રાહ જોઇ રહી છે. આના માટે ડ્રાફ્ટને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે સરકાર હવે અમેરિકા સહિત યુરોપિયન માર્કેટમાં કારોબાર વધારી દેવા માટે તમામ શક્યતા તપાસી રહી  છે. આ માર્કેટમાં ભારત એવી ચીજ વસ્તુઓ નિકાસ કરવાની ઇચ્છા ધરાવે છે જે ટ્રેડ વોરના કારણે પ્રભાવિત થઇ રહી છે. અથવા તો ટ્રેડ વોરના કારણે આ માર્કેટમાં આવી ચીજ વસ્તુઓના સપ્લાયમાં તકલીફ પડી રહી છે.

નવી નિકાસ પોલિસી હેઠળ સરકાર એવા નિકાસકારોને નાણાંકીય મદદ પણ આપી રહી છે જે ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશોની સાથે કારોબાર કરે છે. સાથે સાથે કારોબાર વધારી દેવા માટેની ક્ષમતા ધરાવે છે.

જો આ નિકાસકારો પોતાની નવી રણનીતિ હેઠળ નિકાસને વધારી દેવા માટે વિચાર આપશે તો સરકાર તેમને નાણાંકીય મદદ કરનાર છે. આ ઉપરાંત સરકાર અમેરિકી ચીજ વસ્તુઓ પર આયાત ડ્યુટીને વધારી દેવાના પ્રસ્તાવને હાલમાં બાજુએ મુકી શકે છે. સરકારનુ ધ્યાન હાલમાં કેમિકલ, ફાર્મા, ફૂટવેર, ઇલેક્ટ્રીક ચીજો ટેક્સટાઇલની ચીજો પર કેન્દ્રિત છે. અમેરિકા હાલમાં પોતાના ત્યાં મોટી ડયુટી લાગુ કરીને આવી ચીજોને રોકે છે. ચીને પણ ટ્રેડ વોરને લઇને પોતાના મોરચા ખોલી દીધા છે. આવી સ્થિતિમાં ભારતે લાભ ઉઠાવવા કમર કસી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription