વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

લૂંટના ઈરાદે તાકમાં રહેલી ટોળકીને મોડી રાત્રે પોલીસે ઝડપીઃ બાર ગુન્હાની કબૂલાત

જામનગર તા.૧૨ ઃ જામનગરના વિનાયક પાર્ક વિસ્તારમાંથી મોડીરાત્રે લૂંટના ઈરાદે ચાર શખ્સો અને કાયદાથી સંઘર્ષિત કિશોરની ટોળકી હથિયારોથી સજ્જ થઈ તાકમાં બેઠી હતી ત્યારે જ ત્રાટકેલા પોલીસ કાફલાએ આ શખ્સોને પકડી લઈ રોકડ, મોબાઈલ, વાહન મળી રૃા.૮૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જ બાર ગુન્હાઓની કબૂલાત આપી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્કમાં પાણીના ટાંકાથી મધુરમ્ સોસાયટી તરફ જવાના રોડ પર ગઈરાત્રે સિટી-બી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન હે.કો. ફીરોઝ દલ, હરૃભા જાડેજા, કિશોર પરમાર તથા જશપાલસિંહ જેઠવાને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો તે વિસ્તારમાં ધોકા, સળિયા, ડીસમીસ, છરી તથા તલવાર જેવા હથિયાર ધારણ કરી કોઈ ગુન્હો આચરવાની ફિરાકમાં છે.

ઉપરોકત બાતમીથી પીઆઈ પાંડરને વાકેફ કરવામાં આવ્યા પછી પીએસઆઈ વાય.એ. દરવાડિયા, પીએસઆઈ વી.એસ. લાંબા તથા સ્ટાફ સાથે પોલીસ કાફલો તે વિસ્તારમાં પહોંચી ગયો હતો. અંદાજે ચારેક વાગ્યે પોલીસે તે સ્થળે શંકાસ્પદ હિલચાલ કરતા ચાર શખ્સો અને તેની સાથે રહેલા કાયદાથી સંઘર્ષિત એક કિશોરને ઘેરી લઈ તેઓની તલાશી લેતા ત્રણ મોટરસાયકલ, ચાર મોબાઈલ, રૃા.૪૧ હજાર રોકડા અને હથિયારો મળી આવતા તમામને સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા.

ત્યાર પછી રાંદલનગરમાં રહેતા શિવા નવરંગભાઈ કપટા, ટીબી હોસ્પિટલ પાછળ રહેતા હાર્દિક દિલીપભાઈ ત્રિવેદી, રામેશ્વરનગરના ગાયત્રીનગરમાં રહેતા વિક્કી સંજયભાઈ બરછા, માતૃઆશિષ સોસાયટીમાં રહેતા કાયદાથી સંઘર્ષિત કિશોર અને નંદન પાર્કના છેવાડે જલારામનગર પાસે રહેતા અશોકસિંહ શિવુભા જાડેજા નામના આ પાંચેય શખ્સોની પૂછપરછ શરૃ કરાતા તેઓએ પોપટ બની જઈ પોલીસ સમક્ષ જુદા જુદા બાર ગુન્હા આચર્યાની કબૂલાત આપી છે.

આ શખ્સોની ગુન્હો કરવાની પધ્ધતિ અંગે જાણવા મળ્યા મુજબ ઉપરોકત શખ્સો હથિયારો સાથે રાત્રે બહાર આવતા હતા અને નગરના શરૃ સેકશન રોડ, ખોડિયાર કોલોની, જોગર્સ પાર્ક વગેરે વિસ્તારોમાંથી એકલદોલક નીકળેલા વાહનચાલકોને તેઓની સાથે વાહન જાણી જોઈને અથડાવી દઈ હથિયારો બતાવી પૈસા પડાવી લેતા હોવાનું જાણવા મળ્યું છે. ગઈરાત્રે પણ આવી જ રીતે તેઓ વિનાયક પાર્ક વિસ્તારમાં કોઈ એકલદોકલ વાહન ચાલકની શોધમાં હતા, પરંતુ તેની  બાતમી પોલીસને મળી જતાં પોલીસે તેઓને ઝડપી લીધા હતા.

આરોપીઓ સામે પીએસઆઈ વાય.એ. દરવાડિયાએ ખુદ ફરિયાદી બની આઈપીસી ૩૯૯, ૧૨૦ (બી), ૪૦૨, જીપી એક્ટની કલમ ૧૩૫ (ર) હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ તાજેતરમાં જ શરૃ સેકશન રોડ પર પણ પોતાની લખણ ઝળકાવ્યા હતા તે ઉપરાંત પ્રાથમિક પૂછપરછમાં બારેક ગુન્હાઓની કબૂલાત આપી હોય. પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના મહેન્દ્રસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા વગેરે સાથે રહ્યા હતા.

આ આરોપીઓને પોલીસે આજે પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જો કોઈ નાગરિકને લૂંટી લેવામાં આવ્યા હોય તો તેઓએ તાત્કાલિક સિટી-બીનો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription