મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તા. ર૧ સપ્ટેમ્બરે જામનગરમાં

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં આગામી તા. ર૧ મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીની મુલાકાત માટે તજવીજ ચાલી રહી છે. જામનગરની એક સંસ્થા દ્વારા આયોજીત સમારોહમાં વિજયભાઈ રૃપાણીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીએમઓ તરફથી કન્ફર્મેશન મળી ગયું છે.

તેમની આ મુલાકાત સાથે જામનગર વહીવટી તંત્ર તથા મનપા દ્વારા અન્ય ખાતમુહૂર્ત, લોકાર્પણ કે ઉદ્ઘટનના કાર્યક્રમો યોજવા માટે પણ કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

close
Nobat Subscription