ભાજપ સાથે સમાધાન નહીં થાય તો એનડીએને અલવિદા કહેશે શિવસેના

મુંબઈ તા. ૮ઃ આજે સરકાર રચવા માટે છેલ્લી તક હોવાથી ભાજપ અને શિવસેના દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો થઈ રહ્યા છે. નીતિન ગડકરીની મિટિંગ ભાજપના નેતાઓ સાથે ચાલી રહી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતાઓ સાથે અલગ બેઠકમાં વ્યસ્ત છે. 'બેક ડોર' વાટાઘાટો થઈ રહી હોવાની ચર્ચા વચ્ચે સૂત્રો દ્વારા એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે સમાધાન નહીં થાય તો શિવસેના એનડીએ છોડી દેશે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ અલગ થઈ જશે.

close
Nobat Subscription