ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

જામનગરની પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ આપ્યો ત્રાસ

જામનગર તા.૧૪ ઃ જામનગરની એક પરિણીતાને લગ્નના નવ વર્ષ સુધી પતિ, સાસુ-સસરાએ ત્રાસ આપતા કંટાળેલી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રઘુવીર સોસાયટી વિસ્તારમાં રહેતા ચેતનાબેન નાથાભાઈ વૈષ્નવના લગ્ન વર્ષ ૨૦૦૭માં રણજીતનગર સ્થિત નવા હુડકામાં રહેતા ઘનશ્યામ કેશુભાઈ પ્રાગડા સાથે થયા પછી બેએક વર્ષ સુધી આ પરિણીતાને સારી રીતે રાખવામાં આવ્યા હતા.

ત્યાર પછી પતિ ઘનશ્યામ, સાસુ ઉર્મિલાબેન અને સસરા કેશુભાઈ લાલજીભાઈ પ્રાગડાએ તને ઘરકામ આવડતું નથી, રસોઈ ફાવતી નથી તેમ કહી મેણાટોણા મારવાનું શરૃ કર્યું હતું અને પતિએ અવારનવાર ચારિત્ર્ય બાબતે શંકાઓ કરી હતી. વારંવારના મેણા તથા મારકૂટથી કંટાળેલા ચેતનાબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00