વરસાદે વિરામ લેતાં... પૂ. મોરારિ બાપુની કથા શ્રવણ માટે ઉમટ્યો માનવ મહેરામણઃ

જામનગરમાં પૂ. મોરારિબાપુની કથામાં આજે સવારથી જ શ્રોતાઓની અવર-જવરનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. કથાના પ્રારંભ પહેલાં જ શ્રોતોાઓને માટે ઉભા કરાયેલા વિશાળ વોટરપ્રૂફ ત્રણેય ડોમ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયા હતા.  અને આખો શમિયાનો હાઉસફુલ થઈ ગયો હતો. ત્યાપછી પણ શ્રોતાઓનો પ્રવાહ એકધારો ચાલુ રહ્યો હતો. લોકો મંડપની બહાર ખુલ્લી જગ્યામાં સ્વયંભૂ શિસ્ત સાથે ગોઠવાઈ ગયા હતાં. હજ્જારો લોકોએ આજે ખુલ્લી જગ્યામાં બેસીને પૂ. મોરારિબાપુના વચનામૃતનો લાભ લીધો હતો.

close
Nobat Subscription