નગરમાંથી શરાબની બોટલ સાથે બે ઝડપાયા

જામનગર તા. ૨ઃ જામનગરના રણજીતનગર તથા પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પોલીસે અંગ્રેજી શરાબની બે બોટલ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે.

જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજ પાસેથી શનિવારે રાત્રે પસાર થતા દિગ્વિજય પ્લોટમાં રહેતા મેહુલ પ્રવિણભાઈ ભદ્રા નામના શખ્સને પેટ્રોલીંગમાં રહેલા પોલીસ કાફલાએ રોકી તલાસી લેતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે લઈ પુછપરછ કરતા તેણે દિગ્વિજય પ્લોટ ૫૮માં હિંગળાજ ચોકમાં રહેતા કેતન વસંતભાઈ ગોરી પાસેથી બોટલ લીધાની કબુલાત આપી છે. પોલીસે કેતનની શોધ શરૃ કરી છે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે નિલકંઠનગર નજીકની બાઈની વાડી પાસે વસવાટ કરતા દિલીપ કારાભાઈ ઉર્ફે રાજા પરમાર નામના શખ્સને પોલીસે અંગ્રેજી શરાબની બોટલ સાથે પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription