પ્રિયંકા ચતુર્વેદી જોડાયા શિવસેનામાંઃ ગેરવર્તણુકથી નારાજથી છોડયું કોંગ્રેસ / ર૪ વર્ષ જેવા લાંબા સમય પછી એક જ સ્ટેજ મુલાયમ-માયાવતી દેખાયાઃ / સુષ્મા સ્વરાજના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું ભારત સ્વીકાર કરે કે ર૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટીવઃ સારવાર હેઠળ

જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં રોગચાળાના કારણે હોસ્પિટલમાં દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેમાં ગઈકાલે સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓમાંથી પાંચ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યો હતો જેમાંથી ચાર કેસ જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારના છે.

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી બીમારીનું પ્રમાણ વધ્યું છે. આ માટે પાણીજન્ય, મચ્છરજન્યની સ્થિતિ જવાબદાર છે. સાથોસાથ સફાઈ કામગીરીમાં બેદરકારી પણ રોગચાળા માટે બાદક બને છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સારવાર માટે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ દર્દીઓના જરૃરી પરીક્ષણ કરાવવામાં આવતા તેમાંથી પાંચ દર્દીઓને ડેન્ગ્યૂ હોવાનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો હતો.

આ તમામ પાંચમાંથી ચાર દર્દીઓ તો ફક્ત જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારના છે. એટલે કે સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કરતા પણ શહેરમાં રોગચાળાનો કહેર વધું છે. શહેરમાં રોગચાળો અંકુશમાં રહે તે માટે જંતુનાશક દવા છંટકાવ અને સફાઈ કામગીરી વધુ સઘન બનાવવી પડશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription