વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

પત્નીના નિધન પછી નવાઝ શરીફને મળ્યા માત્ર બાર કલાકના પેરોલ

રાવલપિંડી તા. ૧રઃ  પાક.ના પૂર્વ પી.એમ. નવાઝ શરીફના પત્નીનું નિધન થતાં તેઓને માત્ર બાર કલાકના પેરોલ મળ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, દીકરી મરિયમ નવાઝ અને તેમના જમાઈ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરને ૧ર કલાકના પેરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યા છે. નવાઝ શરીફની પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ત્રણેયને રાવલપિંડી જેલમાંથી છોડવામાં આવ્યા છે. આજે જ નવાઝ શરીફ, દીકરી અને જમાઈની સાથે અદીલા જેલથી લાહોર પહોંચ્યા છે. લાંબા સમયથી કેન્સરની સામે ઝઝૂમી રહેલા શરીફના પત્ની કુલસુમનું મંગળવારના નિધન થયું હતું.

કુલસુમનો મૃતદેહ લંડનથી લાવવામાં આવી રહ્યો છે અને તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરીફ ફેમિલીના લાહોર સ્થિત ઘરમાં થશે. જેલથી નીકળ્યા પછી નવાઝ શરીફ, દીકરી મરિયમ અને જમાઈ સાથે રાવલપિંડીની નૂર ખાન એરબસથી સવારે લાહોર પહોંચ્યા છે. પંજાબ સરકારના આદેશ પર નવાઝ શરીફ અને તેમની દીકરી-જમાઈને પેરોલ આપવામાં આવ્યા છે. ત્રણેય સવારે ૩.૧પ વાગ્યે લાહોર તેમના ઘરે પહોંચ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે નવાઝના ભાઈ શાહબાજ શરીફે પંજાબ સરકારની સમક્ષ એપ્લિકેશન કરી તેમને પાંચ દિવસના પેરોલ આપવાની માંગણી કરી હતી.

પ્રવક્તાએ કહ્યું કે પંજાબ સરકારે શાહબાઝની આ માંગને માની નહીં અને ત્રણેયને અંદાજે ૧ર કલાક માટે પેરોલ પર છોડ્યા છે, જો કે તેમણે એમ પણ કહ્યું છે કે અમને આશા છે કે પેરોલનો આ સમય વધારાશે. બેગમ કુલસુમને શુક્વારના સુપુર્દ-એ-ખાક કરાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription