ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧રઃ હાલારમાં વધી રહેલા મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલ સહિત સરકારી, ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં દર્દીઓ ઉભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. હજારો દર્દીઓથી ઉભરાતી સરકારી હોસ્પિટલો, પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અપૂરતો સ્ટાફ, તબીબોની અપૂર્ણતા અને સંનગ્ન સુવિધાઓના અભાવે દર્દીઓ તથા તેના પરિવારજનો પરેશાન થઈ રહ્યા છે, અને નાછૂટકે ખાનગી તબીબો કે જોલાછાપ બોગસ ડોક્ટરો પાસે સારવાર કરાવવી પડી રહી છે. ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં સ્વાઈનફ્લૂના કેસો નોંધાયા પછી હાલારમાં પણ ફેલાશે, તેવી દહેશતથી ફફડાટ જોવા મળે છે, જો કે સરકારી તંત્રો 'સબ સલામત'ની આલબેલ પોકારીને લેવાયેલા કે લેવાઈ રહેલા વિવિધ પગલાંના ગાણા ગાઈ રહ્યા છે.