સ્કૂટરની ઉઠાંતરી કરનાર બે શખ્સની ધરપકડ

જામનગર તા. ૨ઃ જામનગરના ઉદ્યોગનગરમાંથી ૫ોલીસે બે વાહનચોરને પકડી પાડ્યા છે. તેઓએ ફરવાના શોખને પૂરો કરવા સ્કૂટર ઉઠાવ્યાની કબુલાત આપી છે.

જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવતા પેટ્રોલીંગમાં પો.કો. મહેન્દ્રસિંહ એમ. જાડેજા, હર્ષદભાઈ પરમારને બાતમી મળી હતી કે વાહનચોરીમાં સંડોવાયેલા બે શખ્સ ઉદ્યોનગરમાંથી પસાર થઈ રહ્યો છે. તે બાતમીના આધારે વોચ ગોઠવાઈ હતી.

શંકરટેકરીમાં રહેતો સાગર રઘુભાઈ સોલંકી તથા સિદ્ધાર્થનગરવાળો અશ્વિન ઉર્ફે બાડો રામજીભાઈ સવજી નામના બે શખ્સો નીકળતા તેઓને રોકી પુછપરછ કરાતા તેઓએ થોડા દિવસ પહેલાં શહેરમાંથી જ્યુપીટર સ્કૂટર ચોર્યાની કબુલાત આપી છે. વાહનમાં ફરવાના શોખને પૂરો કરવા તેઓએ ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આઈ. મુલીયાણા, સ્ટાફના આર.બી. બથવાર, જી.વી. ચાવડા, બી.જે. જાડેજા, પી.એન. રાણા, વી.ડી. કારેણા સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription