વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ડોલરની સામે રૃપિયો વધુ પટકાઈને ૭ર.૯૧ સુધી ગગડ્યો

નવી દિલ્હી તા. ૧રઃ ડોલરની સામે રૃપિયો જાણે કે ક્ષય થયો હોય, તેમ આજે પણ પટકાયો હતો અને તાજા અહેવાલો મળ્યા ત્યાં સુધીમાં ૭ર.૯૧ ની સપાટી સુધી ગગડ્યો હતો.

ડોલરના મુકાબલે રૃપિયો જાણે ક્ષય થયો હોય તેમ રોજે રોજ ક્ષીણ થઈ રહ્યો છે. આજે રૃપિયાએ ફરી એક વખત ડોલરની સામે ગગડી ગયો છે. શરૃઆતના ટ્રેડિંગમાં જ રૃપિયો ૭ર.૯૧ પ્રતિ ડોલર સુધી ગગડી ગયો હતો. જે અત્યાર સુધીનું સૌથી નિચલુ સ્તર છે. આજે પ્રારંભે રૃપિયો રર પૈસા જેટલો તૂટ્યો હતો. જે રીતે રૃપિયો ગગવડી રહ્યો છે તે જોતા મોંઘવારીનો બોમ્બ હજુ વધુ બિહામણી રીતે ફૂટે તેવી શક્યતા છે. ગઈકાલે રૃપિયો ૭ર.૬૯ ઉપર બંધ રહ્યો હતો. આજે પણ ડોલરના મુકાબલે ભારતના રૃપિયામાં ઘસારો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં ડોલરનો ભાવ લગભગ ૪ રૃપિયા વધી ગયો છે. એક મહિના પહેલા ૧ર ઓગસ્ટના ડોલરનો ભાવ ૬૯ રૃપિયાથી નીચે હતો. હવે તે ૭૩ ની નજીક પહોંચી ગયો છે.

રપિયામાં આવેલા આ ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. એક મહિના પહેલા ડોલરનો ભાવ ૬૯ રૃપિયા હતો તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૭.ર૩ રૃપિયા પ્રતિલીટર હતો. હાલ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૮૦.૮૭ રૃપિયા પ્રતિલીટર થયો છે. દેશના કેટલાક ભાગમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૃપિયા સુધી પહોંચી ગયો છે. ડોલરના મુકાબલે રૃપિયો તૂટતા અને ક્રૂડ મોંઘુ થવાથી ઘરના બજેટમાં ૧૦ થી ૧પ ટકાનો વધારો થયો છે.

પેટ્રોલિયમ પેદાશો ખાસ કરીને ડીઝલના ભાવમાં વધારો થતા દૈનિક જરૃરિયાતની વસ્તુઓ મોંઘી થવા લાગી છે. ડુંગળી, બટેટા અને લીલા શાભાજીના ભાવ ૩૦ ટકા જેટલા વધ્યા છે. તો બ્રેડ અને ઈંડા જેવી ચીજો પણ મોંઘી થઈ છે. ડીઝલનો ભાવ વધતા પરિવહન પણ મોંઘુ થયું છે. આ મહિને ૭ દિવસમાં ડીઝલ ૧.૬પ રૃપિયા અને પેટ્રોલ ૧.૩૧ રૃપિયા મોંઘુ થયું છે. છેલ્લા ૧ પખવાડિયામાં ગૃહસ્થી ચલાવવાનું ૩૦ ટકા મોંઘુ થયું છે. દિલ્હીમાં બટેટાના ભાવ ર૦ રૃપિયા હતાં જે રપ થયા છે અને ડુંગળી પણ ર૦ થી વધી રપ થઈ છે. આ જ રીતે લીલા શાકભાજી પણ કિલોએ ૧૦ રૃપિયા મોંઘા થયા છે. એટલું જ નહીં, ચોખા અને દાળ પણ ૧૦ રૃપિયા મોંઘા થઈ ગયા છે. બ્રેડનો ભાવ ૩પ થી વધુ ૪૦ થયો છે. તો ઈંડાનો ભાવ પ૦ ના ડઝનથી વધીને પપ ના ડઝન થયા છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ફૂડનો રેટ બુધવારે બે ટકા વધીને ૭૯.૩૪ ડોલર પ્રતિ બેરલ પહોંચી  ગયો. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર તીવ્ર થવાના આસાર છે, તેનાથી પણ કરન્સી બજારમાં દબાણ વધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription