તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જેસી વિકની ઉજવણીના ભાગરૃપે બાળકોનો મેગા દંત ચિકિત્સા કેમ્પ યોજાયો

જામનગર તા. ૧૪ઃ સમગ્ર વિશ્વમાં ૧૮ થી ૪૦ વર્ષની વય સુધીના યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને ઘડતર માટે કાર્ય કરતી સંસ્થા જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતભરમાં તા. ૭ થી ૧પ સપ્ટેમ્બર દરમિયાન જેસી વીકની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેસીઆઈ જામનગર દ્વારા માધવ ડેન્ટલ ક્લિનિકના સહયોગથી તારીખ ૯ સપ્ટેમ્બરના શાળા નંબર ૩૧ મા મંગા ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના દાંતની ચકાસણી કર્યા પછી તેઓને ડેન્ટલ કીટ તથા હેલ્ધી ફૂડ કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે જેસીઆઈ ઝોન ૭ ના ઝોન પ્રસિડેન્ટ હિતુલ કારિયા, મુખ્ય અતિથિ તરીકે જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી તથા 'નોબત' સાંધ્ય દૈનિકના ચેતનભાઈ માધવાણી, અતિથિવિશેષ તરીકે ડો. મેહુલ ખાખરિયા (માધવ ડેન્ટલ ક્લિનિક), ઝોન વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ જેઠવા, ઝોન એડિટર રજનીકાંત સોની, પાસ્ટ ઝોન ઓફિસર જેસી મનિષ રાયઠઠ્ઠા, શાળા નંબર ૩૧ ના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટ સમીર જાનીના માર્ગદર્શન હેઠળ જેસીવીક ચેરમેન તથા સંસ્થાના ઉપપ્રમુખ કુણાલ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આઈપીપી એટી અત્તરવાલા, સેક્રેટરી મનજી નકુમ, પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે જીગ્નેશ ભટ્ટ તથા કૃતિ ભટ્ટ, હાર્દિક લુક્કા, જલ્પીત ચંદારાણા, ખુશ્બુ નંદા, ગઢવી આદીત્ય, પોબારૃ સ્મિત તથા સમગ્ર જેસીઆઈ ટીમે જહેમણ ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00