વડીલવંદના રથને પાંચ વર્ષ થશે સંપન્નઃ ઉજવણી અંગે આજે રાત્રે યોજાશે બેઠક

જામનગર તા. ૧૩ઃ જામનગર જલારામ સેવા ટ્રસ્ટ (હાપા), પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ મંદિર (હાપા) દ્વારા સંચાલિત વડીલ વંદના રથના સેવાકાર્યને પાંચ વર્ષ તા. ૧૭-૧-૨૦૨૦ના દિને પૂર્ણ થઈ રહ્યા છે.

આ જ દિવસે પૂ.જલારામ બાપાએ ૨૦૦ વર્ષ અગાઉ વીરપુરમાં સદાવ્રત શરૃ કર્યું હતું. તા. ૧૭-૧-૨૦૨૦ના બપોરે ૧૨ થી ૧ વાગ્યા સુધી જલારામબાપાની પ્રસાદી સ્વરૃપે ૨૦૦ સ્થળે ખીચડી-પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

તેમજ એક હજાર વડીલોનું સન્માન, ૨૦૦ વડીલોનું વિશેષ સન્માન સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંદર્ભમાં જલારામ મંદિર (હાપા)ના કાર્યકરો, જલારામ ભક્તોની મિટિંગ તા. ૧૩-૧-૨૦૨૦ના રાત્રે ૮ઃ૩૦ વાગ્યે પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવી છે. દરેક સેવાભાવી કાર્યકર ભાઈઓ-બહેનોને મિટિંગમાં ઉપસ્થિત રહેવા રમેશભાઈ દત્તાણીએ અનુરોધ કર્યો છે.

close
Nobat Subscription