શેઠવડાળામાંથી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ચાર પકડાયા

જામનગર તા. ૧૨ઃ જામજોધપુરના શેઠવડાળા પાસેથી ગઈકાલે સવારે જાહેરમાં તીનપત્તી રમતા એક મહિલા સહિત ચાર વ્યક્તિ ઝડપાયા છે જ્યારે જોડીયાના જીરાગઢમાંથી પોલીસે પાંચ પત્તાપ્રેમીની ધરપકડ કરી છે. બન્ને સ્થળેથી કુલ રૃા. બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક આવેલી બબીયારા સીમમાં ગઈકાલે સવારે કેટલાક વ્યક્તિઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી લખમણભાઈ મનસુખભાઈ પંચસરા, રામજીભાઈ મનસુખભાઈ પંચસરા, કેશુભાઈ ઠાકરસીભાઈ સીતાપરા તથા હંસાબેન ભગાભાઈ માલકીયા નામના ચાર વ્યક્તિ જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૩,૪૦૦ રોકડા અને ત્રણ મોબાઈલ મળી કુલ રૃા. ૧૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચારેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જોડીયા તાલુકાના જીરાગઢમાં ગઈકાલે સાંજે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી દયાળજીભાઈ પ્રેમજીભાઈ કાચા, ડાહ્યાલાલ જીવરાજ વાઘેલા, દિનેશ કેશવજીભાઈ જાદવ, કરમશીભાઈ મોહનભાઈ ચોટલીયા તથા રાજેશ પરસોત્તમભાઈ ગોસાઈ નામના પાંચ શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૬૪૬૦ રોકડા કબજે લેવામાં આવ્યા છે. પો.કો. આર.કે. મકવાણાએ ખુદ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription