ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

સગીરાના અપહરણની પિતાએ નોંધાવી ફરિયાદ

જામનગર તા.૧૪ ઃ ધ્રોલના ગાંધી ચોકમાં આવેલા એક પરપ્રાંતિય શ્રમિકની ત્રણ વર્ષની પુત્રી વિખૂટી પડી જતાં તેઓએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ બાળકીનું અપહરણ થયાની આશંકાથી તપાસનો ધમધમાટ કર્યાે છે.

ધ્રોલના રોજિયા ગામમાં આવેલી એક વાડીમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની કેશુભાઈ ગુમાનભાઈ હટીલા નામના ભીલ યુવાનની ત્રણેક વર્ષની પુત્રી ગઈ તા.૯ની સાંજે ધ્રોલના ગાંધી ચોકમાંથી વિખૂટી પડી ગઈ હતી.

આ બાળકીની સઘન શોધખોળ કર્યા પછી પિતા કેશુભાઈએ ગઈકાલે પોલીસને જાણ કરી છે. પોલીસે આઈપીસી ૩૬૩ હેઠળ બનાવની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00