જામનગરની કસ્ટમ કચેરીના ડે. કમિશ્નરની બદલી

જામનગર તા. ૧૨ઃ જામનગર કસ્ટમ કમિશ્નરે રાજ્યના કસ્ટમ કચેરીના માળખામાં ફરજ બજાવતા અધિકારીઓની ગઈકાલે બદલીનો આદેશ કર્યો હતો. જેમાં જામનગર, સિક્કા સહિતના અધિકારીઓની બદલી થઈ છે.

જામનગરની કસ્ટમ કચેરી હેઠળની કચેરીમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓની આંતરીક તેમજ અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે જેમાં સિક્કા કસ્ટમ હાઉસમાં ફરજ બજાવતા ડે. કમિશ્નર પ્રતિક ભાટીયાની જામનગર કસ્ટમ ડિવિઝનમાં નિયુક્તિ કરવામાં આવી છે. તેઓને હેડક્વાર્ટર પ્રિવેન્ટીવનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

આ ઉપરાંત પીપાવાવ કસ્ટમ હાઉસના ડે. કમિશ્નર વિજય અગ્રવાલને પોરબંદર બદલી આપવામાં આવી છે. તેઓ પાસે ઓખાના કસ્ટમ હાઉસનો પણ વધારાનો ચાર્જ રહેશે. ભાવનગર કસ્ટમના ડિવિઝનલ ડે. કમિશ્નર પારસમણિ ત્રીપાઠીની પીપાવાવ તેમજ જામનગર કસ્ટમ ડિવિઝનમાં ફરજ બજાવતા ડે. કમિશ્નર રાહુલકુમાર પરમારને ભાવનગર મૂકાયા છે.

અમદાવાદ ઝોનમાં સીજીએસટી ઓયુટીમાં નિયુક્ત આસી. કમિશ્નર રાજેશ દૈયાને જામનગર હેડ ક્વાર્ટરમાં જ્યારે વડોદરા ઝોનના આસી. કમિશ્નર જોગીન્દરસીંઘ ભોલાને સિક્કાના કસ્ટમ હાઉસમાં નિયુક્તિ આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription