તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગરના વોર્ડ નં. ૯ થી ૧ર નો સેવા સેતુ કાર્યક્રમ ૧૮-સપ્ટેમ્બરના યોજાશે

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમના ચોથો તબક્કાનું આયોજન તા. ૧૮ ના સવારે ૯ થી સાંજે પાંચ વાગ્યા સુધી ટાઉનહોલમાં કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નં. ૯ થી ૧રનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના વિભાગો જેવા કે, જન્મ-મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના દાખલાઓ, પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો, કારખાના લાયસન્સ, ટાઉન પ્લાનીંગના પાર્ટ પ્લાન, શોપ લાયસન્સ,માં અમૃત્તમ કાર્ડ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ વ્યક્તિગત રીતે જે કોઈ અરજદારના હોય તે લેવાના છે, તે જ રીતે સરકારની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રેશનકાર્ડ, ક્રીમીલેયર સર્ટીફિકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઈબી) લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફીકેટ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધાર કાર્ડની કામગીરી જેવી કે, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, ૦ થી પ વર્ષના બાળકોને આધાર કાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, ઘરેલું નવા વિજ જોડાણો માટેની અરજીઓ, મેડિકલ કેમ્પ, ઉકાળા વિતરણ, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમર હોય તો દાખલો, શ્રવણ તિર્થ યોજના, રજીસ્ટ્રેશન, ટોયલેટ (શૌચાલય) અરજી, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) - મંજૂરી પત્ર, બેંક લોન તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરસી વિગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધરવામાં આવનાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00