વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ભાણવડના વેપારીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી કર્યું વિષપાન

જામનગર તા.૧૨ ઃ ભાણવડના એક લોહાણા યુવાને બે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી વિષપાન કરતા તેઓને સારવાર માટે જામનગર ખસેડાયા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસને વિગતો પાઠવવામાં આવી છે.

ભાણવડમાં આવેલા વેરાડ નાકા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ નીતિનભાઈ પતાણી નામના પાંત્રીસ વર્ષિય લોહાણા યુવાને સોમવારે સાંજે પોતાની દુકાને કોઈ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સ્થાનિક દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેઓની હાલત કથળતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બાબતની પોલીસને જાણ કરાતા જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના ઈન્ચાર્જ એમ.કે. ચનિયારાએ તેમની સાથે આવેલા મુકેશભાઈ નાથાલાલ પતાણીનું નિવેદન નોંધ્યું હતું.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ હાર્દિકભાઈએ ભાણવડના બે આસામી પાસેથી વ્યાજે પૈસા લીધા પછી તેઓએ વ્યાજ તેમજ મુદ્દલ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમ ક્ઢાવવા માટે દબાણ કરાતું હોય તેઓએ દવા પીધી છે તે બાબતનો ઉલ્લેખ કરતી ચિઠ્ઠી પણ હાર્દિકભાઈએ દવા પીતા પહેલા લખીને પોતાના ખિસ્સામાં રાખી હતી જે ચિઠ્ઠી તેઓના પત્ની ક્રિષ્નાબેને હસ્તગત કરી છે. ઉપરોકત નિવેદન અંગે નોંધ કરી એએસઆઈ ચનિયારાએ ભાણવડ પોલીસ સ્ટેશનને આ બનાવથી વાકેફ કર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription