પ્રિયંકા ચતુર્વેદી જોડાયા શિવસેનામાંઃ ગેરવર્તણુકથી નારાજથી છોડયું કોંગ્રેસ / ર૪ વર્ષ જેવા લાંબા સમય પછી એક જ સ્ટેજ મુલાયમ-માયાવતી દેખાયાઃ / સુષ્મા સ્વરાજના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું ભારત સ્વીકાર કરે કે ર૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

અમેરિકામાં પહોંચ્યું ફ્લોરેન્સ વાવાઝોડુંઃ દોઢસો કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવન

વોશિંગ્ટન તા. ૧૪ઃ ફ્લોરેન્સ વાવાઝોડું અંતે અમેરિકા પહોંચી ગયું છે, અને દોઢસો કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તંત્રે આગમચેતી વાપરીને પહેલેથી જ લાખો લોકોનું  સ્થળાંતર કરાવી લીધું હતું. એક લાખ ઘરોમાં વીજપુરવઠો ગાયબ થઈ ગયો છે અને કૈરોલીનામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.

ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી ગયું છે. ગુરુવારે વાવાઝોડાના કારણે કૈરોલીનામાં ૧પ૦ કિ.મી. પ્રતિલીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો અને વરસાદના કારણે ૧ લાખ ઘરમાં વીજળી જતી રહી હતી. કૈરોલીનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં.

અમેરિકન વેબસાઈટ વેધર મોડલ્સના અંદાજ પ્રમાણે આગામી સપ્તાહમાં કૈલોરીનામાં જ ૩૮ લાખ લીટર સુધીનો વરસાદ થઈ શકે છે. નેશનલ હેરિકન સેન્ટરનું કહેવું છે કે, વાવાઝોડું ફ્લોરેન્સની તીવ્રતા ઘટીને કેટેગરી-ર ના વાવાઝોડા જેટલી થઈ ગઈ છે.

જો કે, હજુ પણ તેને જોખમી જ ગણી શકાય છે. માનવામાં આવે છે કે, આ વાવાઝોડાના કારણે અમેરિકાના અમુક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓ વધી શકે છે. આગમચેતીના ભાગ રૃપે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૧૦લાખ લોકોનું સુરક્ષીત સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

આ પહેલા હવામાન વિભાગે તેમના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે, વાવાઝોડું ફ્લોરેન્સ તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે શુક્રવારે કૈરોલીનાના અમુક વિસ્તારોમાં ૪૦ ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે, જો કે વાવાઝોડું એક દિવસ પહેલાં જ અહીં પહોંચી ગયું છે. ઉત્તરી કૈરોલીનાના ગવર્નર રે કપૂરે કહ્યું છે કે, દરેક લોકોએ એલર્ટ રહેવાની જરૃર છે. કારણ કે આ જોખમી વાવાઝોડું ઘણાં લોકોના જીવ લઈ શકે તેમ છે.

હવામાન વિભાગના મત પ્રમાણે જો આ પ્રમાણે જ વરસાદ ચાલુ રહેશે તો જમીન પર ૪ મીટર (૧૩ ફૂટ) સુધી પાણી ભરાઈ શકે છે. તે સાથે જ પૂરના કારણે ઘણી નદીઓના વહેણ ઉલટી દિશામાં પણ વહી શકે છે. તેના કારણે શહેરના રસ્તાઓ પર વધારે પાણી ભરાઈ શકે છે, જો કે શનિવાર સુધી આ વાવાઝોડું નબળું પડી જાય તેવી શક્યતા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription