વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

રાજકોટમાં જામનગરનો આંગડિયો લૂંટાયોઃ આઠેક લાખના દાગીનાવાળો થેલો તફડાવી લૂંટારા ફરાર

જામનગર તા.૧૨ ઃ જામનગરના એક આંગડિયા ગઈકાલે સાંજે રાજકોટના કરણપરામાં જામનગરના સોની વેપારીઓ માટે લાવવામાં આવી રહેલા સોના-ચાંદીના રૃા.આઠેક લાખના દાગીનાવાળો થેલો રાખીને ઉભા હતા ત્યારે ત્યાં ધસી આવેલા એક શખ્સે તે થેલાને ઝૂંટવી અગાઉથી તૈયાર ઉભેલા ડબલ સવારી બાઈકમાં પોબારા ભણી લેતા પોલીસે નાકાબંધી કરી છે, પરંતુ લૂંટારાઓ નાસી છૂટવામાં સફળ થયા છે.

જામનગરના લાખોટા તળાવની પાળ પર આવેલા રઘુવીર એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને વર્ષાેથી જામનગરના જુદા જુદા સોનીઓ પાસેથી તેમના દાગીના રાજકોટ પોલિસી કરવા માટે લઈ જવા-આવવાનું આંગડિયા તરીકેનું કામ કરતા મહેશભાઈ ગોવિંદભાઈ વજાણી (ઉ.વ.પ૬) ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ જામનગરના વેપારીઓના સોના-ચાંદીના દાગીના રાજકોટ પહોંચાડવા માટે ગયા હતા. તેઓની સાથે તેમના સંબંધી વિભાપરવાળા અજય સોની પોતાની મોટર લઈને રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈ સાથે રમેશભાઈ ભૂવા નામના વ્યક્તિ પણ આવ્યા હતા.

ઉપરોકત ત્રણેય વ્યક્તિઓ રાજકોટમાં કામકાજ પૂર્ણ કર્યા પછી રાજકોટના સોની વેપારીઓનો ચાંદીનો સોળ કિલો ચાંદીનો જથ્થો અને અંદાજે સોનાના ૬૧ ગ્રામ વજનના દાગીનાઓ જામનગર લઈ જવા માટે તજવીજ કર્યા પછી પાંચેક વાગ્યે રાજકોટના જામ ટાવર પાસે પહોંચી ઉભા રહ્યા હતા.

તે સમયે રમેશભાઈએ પોતે સાંઢિયા પુલ પાસે ઉભા હોય અને સોની બજારમાં સાથે જ જઈશું તેવો ફોન કરતા મહેશભાઈ અને અજયભાઈ ત્યાં ઉભા રહ્યા હતા. બન્નેએ હોસ્પિટલ ચોકી પાસે ચા પીધી હતી તે પછી રમેશભાઈ આવતા ત્રણેય વ્યક્તિઓ સોની બજારમાં જવા માટે રિક્ષામાં રવાના થયા હતા. રમેશભાઈને પણ ચાંદીના ઘરેણા આપવા માટે અન્ય સ્થળે જવંુ હોય તેઓ છૂટા પડયા હતા તે પછી જુદા જુદા વેપારીઓ પાસેથી મેળવેલા ચાંદી તથા સોનાના દાગીનાનો જથ્થો થેલામાં રાખી ત્રણેય વ્યક્તિઓ કોઠારિયા નાકાથી કરણપરા ચોકમાં આવ્યા હતા જ્યાં અજયભાઈ પોતાની પાર્ક કરેલી મોટર લેવા ગયા હતા. જ્યારે રમેશભાઈ અને મહેશભાઈ પોતાની પાસે રહેલો થેલો બાજુમાં પડેલી રેંકડી પર રાખી વાતો કરતા હતા તે દરમ્યાન એક શખ્સ અચાનક ઝડપથી ધસી આવ્યો હતો તેણે મહેશભાઈના હાથ નીચે રહેલા થેલાને ઝૂંટ મારી દોટ મૂકી હતી તેથી હેબતાયેલા મહેશભાઈએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ તે પહેલા પોતાના અન્ય બે સાગરિત કે તેઓ કાળા કપડામાં સજ્જ હતા અને બાઈક ચાલુ રાખીને ઉભા હતા તેની પાછળ બેસી ત્રણેય શખ્સો પૂરઝડપે છનનન થઈ ગયા હતા.

આ બનાવની તાત્કાલિક પોલીસને જાણ કરાતા એસીપી સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુદ્ધના ધોરણે તે માર્ગાે પર નાકાબંધી કરાવી હતી, પરંતુ પોલીસ કરતા વધુ ઝડપી નીકળેલા ત્રણેય લૂંટારાઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

આ બનાવ અંગે પોલીસે હાલમાં મહેશભાઈની ફરિયાદ પરથી અંદાજે રૃા.આઠેક લાખના દાગીનાની લૂંટ ચલાવવા સબબ ત્રણ આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે. પોલીસની જુદી જુદી ટૂકડીઓએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription