ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ભારતનો ઈંગ્લેન્ડ સામે ૧૧૮ રને પરાજયઃ ઈંગ્લેન્ડની ટીમે ૪-૧ થી શ્રેણી જીતી લીધી

લંડન તા. ૧રઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતના યુવા બેટઘર લોકેશ રાહુલ અને ઋષભ પંતે લડાયક રમત રમીને ઈંગ્લેન્ડની ટીમના શ્વાસ અધ્ધર કરાવી દીધા હતાં. પણ રાહુલ અને ત્યારપછી પંત આઉટ થઈ જતાં ઈંગ્લેન્ડનો વિજય નિશ્ચિત બની ગયો હતો. અને ભારતનો બીજો દાવ ૯૪.૩ ઓવરમાં ૩૪પ રને પૂરો થતાં ઈંગ્લેન્ડનો ૧૧૮ રનથી જવલંત વિજય થયો હતો અને આ સાથે જ ઈંગ્લેન્ડે ૪.૧ થી આ ટેસ્ટ શ્રેણી પણ જીતી લીધી હતી.

ભારતે તેનો બીજો દાવ મેચના અંતિમ દિવસે ત્રણ વિકેટે પ૮ રનના સ્કોર સાથે આગળ ધપાવ્યો હતો. શરૃઆતમાં દબાણ હેઠળ રમ્યા પછી લોકેશ રાહુલે આક્રમક બેટીંગ શરૃ કર્યુ હતું. પણ સામા છેડે હનુમા વિહારી અને રહાણે સસ્તામાં આઉટ થઈ જતાં ભારતની ટીમ કંગાળ જુમલે આઉટ થઈ જશે તેમ જણાતું હતું. લોકેશ રાહુલની સાથે જોડાયેલ વિકેટ કીપર બેટસમેન ઋષભ પંતે જોરદાર ફટકાબાજી કરી ઈંગ્લેન્ડ સામે લડાયક વળતું આક્રમણ કર્યુ હતું. આ બન્ને યુવા ખેલાડીઓએ શાનદાર સદી ફટકારી હતી. રાહુલ ૧૪૯ રન કરી આઉટ થયો અને બન્ને વચ્ચે ર૦૪ રનની ભાગીદારી નોંધાઈ હતી. ઋષભ પંતે ૧૧૮ રન કર્યા હતાં. તે આઉટ થયા પછી રવિન્દ્ર જાડેજા ૧૩ રને, ઈશાંત શર્મા પાંચ રને અને સામી શૂન્ય રને આઉટ થઈ જતાં ભારતનો બીજો દાવો ૩૪પ રનમાં પૂરો થયો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ઈંગ્લેન્ડના એલેસ્ટર કૂક માટે આ વિજય અને ટેસ્ટ શ્રેણી યાદગાર બની રહેશે. કારણ કે, તેણે ઈંગ્લેન્ડના બીજા દાવમાં શાનદાર સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડની ટીમે આ વિજયની ભેટ કૂકને અર્પણ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00