મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેન પર સંકટ

મુંબઈ તા. રઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રિવ્યૂના આદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવા અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર સંકટના વાદળો છવાયા છે. મહારાષ્ટ્રની નવી સરકારે આ પ્રોજેક્ટના રિવ્યૂના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, મેં  રાજ્યમાં ચાલી રહેલા તમામ કામોને રિવ્યૂ કરવાના આદેશો આપ્યા છે. જેમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સામેલ છે. એવામાં હવે જોવાનું એ છે કે મહારાષ્ટ્ર સરકાર આ મામલે શું નિર્ણય લ્યે છે. અત્રે એ નોંધનિય છે કે, અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન થઈ ગયું છે, પણ મહારાષ્ટ્રના અનેક ગામોના ખેડૂતોએ આનો વિરોધ કર્યો હતો અને જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

હવે નવી સરકાર ખેડૂતો માટે આ પ્રોજેક્ટને ફરી તપાસવા માંગે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, અમારી સરકાર આમ આદમીની સરકાર છે. જો તમે પૂછ્યું હોય તો હા, અમે લોકો બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો રિવ્યૂ કરશું પણ મેં આ પ્રોજેક્ટ અટકાવી દેવાનું હજુ નથી કહ્યું.

અત્રે નોંધનિય છે કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારોએ પણ પૈસા આપવાના છે. જેમાં મહારાષ્ટ્રનો રપ ટકા હિસ્સો છે. સરકાર .પર હાલ પ લાખ કરોડનું દેવું છે. આ પ્રોજેક્ટ જાપાનના સહયોગથી થઈ રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription