પૂર્વ બિગબોસ ફેન તથા અભિનેતા એઝાઝ ખાન વિરૃદ્ધ અમદાવાદમાં સાઈબર ક્રામમાં નોંધાવાઈ ફરીયાદઃ ટીકટોક પર એક વિવાદીત વિડીયો અપલોડ કરવાના કારણે મુકાયા મુશ્કેલીમાં / બિહારમાં ગૌતસ્કરીની શંકા કરી ત્રણ યુવકોની ઢોર માર મારી કરાઈ હત્યા / યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોઃ અમેરિકન સબમરીને હોરમુજની ખાડીમાં ઈરાની ડ્રોનને તોડી પાડયું / કુલભુષણ મામલે જો પાકિસ્તાન અળવિતરાઈ કરશે તો ભારતે તૈયાર કર્યાે પ્લાન બી

દહેજ ઉત્પીડનના કેસમાં પતિની ત્વરીત થઈ શકશે ધરપકડ

નવી દિલ્હી તા. ૧૪ઃ સુપ્રિમ કોર્ટે પોતાનો જ અગાઉનો ફેંસલો પલટાવીને કલમ-૪૯૮-એ ની પ્રક્રિયામાં મોટો બદલાવ કર્યો છે. હવે દહેજ ઉત્પીડનના કેસમાં પતિની ત્વરીત ધરપકડ થઈ શકશે.

આજે સુપ્રિમ કોર્ટે આરોપીઓની ધરપકડ પર આપેલો સ્ટે હટાવી લેતા કહ્યું છે કે પીડિતાની સુરક્ષા માટે આવું કરવું જરૃરી છે. અદાલતે કહ્યું કે આ માટે પરિવાર કલ્યાણ કમિટીની જરૃર નથી. આરોપીઓ માટે આગોતરા જામીનનો વિકલ્પ ખુલ્લો જ રહે છે.

દહેજ ઉત્પીડન કેસમાં હવે પીડિત મહિલાના પતિ અને ત્રાસ આપનાર સાસરિયાઓની હવે તરત જ ધરપકડ થઈ શકશે. સુપ્રિમ કોર્ટે પોતાના અગાઉના ફેંસલાને પલટાવીને કલમ ૪૯૮ (એ) ના સંદર્ભે મોટો બદલાવ કર્યો છે. આ કારણે સાસરિયાઓને મળતા સેફગાર્ડ મર્યાદિત થઈ ગયા છે.

સુપ્રિમ કોર્ટે દિશા નિર્દેશ આપતા કહ્યું, કલમ ૪૯૮-એ હેઠળ જરૃર પડે તો પોલીસ ધરપકડ પણ કરી શકે. આ મામલે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠ કલમ ૪૯૮-એ માં બદલાવ કર્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, દહેજ મામલે કરવામાં આવતી હેરાનગતીમાં આરોપીઓને આગોતરા જામીન મળી શકશે.

આ પહેલા કોર્ટે એપ્રિલ માસમાં તમામ પક્ષોની દલિલને સાંભળીને ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. ર૦૧૭ માં સુપ્રિમ કોર્ટે આરોપીની તુરંત ધરપકડ પર રોક લગાવી હતી. આ રોક જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ યુયુ લલિતની બેંચે લગાવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, તા.૨૭ મી જુલાઈ-૨૦૧૭ના દિવસે સુપ્રિમકોર્ટની બે જજોની બેન્ચે દહેજ ઉત્પીડનના કેસમાં તત્ત્કાળ ધરપકડ નહીં કરવાનો આદેશ કર્યો હતો. અને દરેક  જિલ્લામાં એક પરિવાર કલ્યાણ કમિટીની રચના કરવા અને આ કમિટીના રિપોર્ટ પછી જ આરોપીઓની ધરપકડ કરવા જણાવ્યું હતું. આ કમિટીની રચનાની જરૃર નથી, તેવું જણાવીને સુપ્રિમ કોર્ટે તેમનો ફેસલો જણાવ્યો છે.

આ સુનાવણી દરમિયાન રાજેશ શર્મા વિરૃદ્ધ સ્ટેટ ઓફ યુ.પી. અને સરનેશ કુમાર વિરૃદ્ધ બિહાર સ્ટેટના દૃષ્ટાંતો આપીને ત્વરીત ધરપકડ સામે અપાયેલા સ્ટેના સંદર્ભે દલીલો થઈ હતી. જ્યારે લો કમિશ્નરે કહ્યું હતું કે આવા કેસોમાં સમાધાનકારી વલણો અપનાવવા જોઈએ. નિર્દોષ લોકોના માનવાધિકારોને નજર અંદાજ કરી શકાય નહીં. જો કે, સુપ્રિમ કોર્ટે આરોપીઓ આગોતરા જામીન મેળવી શકે છે, તેમ જણાવી દલીલોને ફગાવી દીધી હતી.

સુપ્રિમ કોર્ટે 'ન્યાયાધાર'નામની સેવાભાવી સંસ્થાની કલમ-૪૯૮ (એ)ને ધારદાર બનાવવાની અરજી પર સુનાવણી પછી આ ફેસલો સંભાળવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription