ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

ખંભાળિયામાં યોજાયેલા લોકમેળામાં ઝડપાયો જુગાર

જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ભરાયેલા લોકમેળામાં એક સ્ટોલમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા ત્રાટક્ેલી પોલીસે બે શખ્સોને રીંગ ફેંકવાનો જુગાર રમાડતા પકડી પાડયા છે. જ્યારે તેના બે સાગરિત નાસી ગયા છે.

ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં શરૃ થયેલા ત્રિ-દિવસીય લોકમેળામાં જનમેદની ઉમટી રહી છે ત્યારે ગઈકાલે મામલતદારે આ મેળો શરૃ કરતા પહેલા લેવાની થતી જરૃરી મંજૂરીઓ આયોજકો દ્વારા મેળવવામાં આવી ન હોય, માઈક બંધ કરાવવા સહિતના કડક પગલા ભર્યા હતા.

ઉપરોકત કાર્યવાહી દરમ્યાન ભરપૂર જનમેદની વચ્ચે એક સ્ટોલમાં રીંગ ફેંકવાની રમતના નામે જુગાર રમાડાતો હોવાનું પોલીસના ધ્યાને આવતા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા સીદીક સલીમ રાજકોટિયાના સ્ટોલમાં ત્રાટકી હતી.

ઉપરોકત શખ્સ ઉપરાંત જામનગરના સફીક અજીઝ લખાના અને ફરાર થઈ ગયેલા ખોજાના નાકાવાળા સમીર અયુબ ડોચકી તથા શરીફ પટ્ટણીના સ્ટોલમાં પોલીસે ચકાસણી કરી હતી જ્યાં આ શખ્સો સાબુની ગોટીઓમાં પૈસા બાંધી, પ્લાસ્ટિકની રીંગ ફેંકાવી સ્ટીલના ગ્લાસને બોલ વડે પડાવી નાખી જુગાર રમાડતા મળી આવ્યા હતા. પોલીસે સ્ટોલમાંથી સાબુની ર૭ ગોટી, સ્ટીલના ૧૧ ગ્લાસ, ર બોલ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે તેમજ સીદીક તથા સફીકની ધરપકડ કરી છે અને સમીર, શરીફની શોધ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription