સબસીડી વગરના રાંધણગેસના બાટલા પર ઝીંકાયો ભાવવધારોઃ પ્રજા ત્રાહિમામ્

નવી દિલ્હી તા. રઃ સબસીડી વગરના રાંધણ ગેસના ભાવોમાં રૃા. ૧૩.પ૦ થી રૃા. ૧૯.પ૦ સુધીનો વધારો ઝીંકાયો છે. ડુંગળી અને ગેસના ભાવ વધારાથી પ્રજા પરેશાન છે.

સરકારી આર્થિક રાહત વિનાના (નોન-સબ્સિડાઈઝ્ડ) રાંધણગેસ, ડુંગળી સહિત અનેક જીવનઆવશ્યક ચીજોના ભાવમાં ભારે વધારો થતા સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલી વધી છે. દેશમાં આર્થિક વિકાસ દર ઘટ્યો હોવાની, ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડ્યું હોવાની અને બેરોજગારી વધી રહી હોવાની સરકાર પણ કબૂલાત કરવા લાગી રહી છે.

સરકારી માલિકીની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા નોન-સબ્સિડાઈઝ્ડ ૧૪.ર કિલોગ્રામની રાંધણગેસની કોઠીના ભાવ રવિવારે દેશના મહાનગરોમાં સરેરાશ રૃપિયા ૧પ વધારાયા હતાં. ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટ્યા હોવા છતાં આ સતત ચોથા મહિને રાંધણગેસમાં ભાવ વધારાયો છે. નવા દર પહેલી ડિસેમ્બરથી અમલમાં આવ્યા હતાં.

સરકારી આર્થિક રાહત વિનાની રાંધણગેસની ૧૪.ર કિલોગ્રામની કોઠીના ભાવમાં સૌથી વધુ (રૃપિયા ૧૯.પ૦ નો) વધારો કોલકાતામાં થયો છે. ચેન્નઈમાં ગેસ સિલિન્ડરના રૃપિયા ૧૮, મુંબઈમાં રૃપિયા ૧૪ અને દિલ્હીમાં રૃપિયા ૧૩.પ૦ વધ્યા છે. રૃા. ૬૮૧.પ૦ હતાં એ ૬૯પ થયા છે. અગાઉ, ચાર મહાનગરોમાં ૧૪.ર કિલોગ્રામ નોન-સબ્સિડાઈઝ્ડ સિલિન્ડરના ભાવ ઓક્ટોબરમાં સરેરાશ રૃપિયા ૧૩.પ અને નવેમ્બરમાં રૃપિયા ૭૬.પ૦ વધારાયા હતાં. ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર સામેના રૃપિયાના વિનિમય દરને ધ્યાનમાં રાખીને સરકારી માલિકીની તેલ કંપનીઓ ઈંધણના ભાવમાં ફેરફાર કરે છે. ઘરેલું વપરાશ માટે વર્ષે રાંધણગેસના ૧ર સિલિન્ડર રાહતદરે અપાય છે, પરંતુ ગેસની કોઠી ખરીદતી વખતે ગ્રાહકે પૂરી રકમ ચૂકવવી પડે છે અને સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં સીધી જમા કરાય છે. દેશમાં ડુંગળીના ભાવ પણ ઘણા વધી ગયા હોવાથી સરકાર તેની વધુ આયાત કરવાનું પણ વિચારી રહી હોવાનું કહેવાય છે. હાલમાં તુર્કીમાંથી હજારો ટન ડુંગળીની આયાત કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription