પૂર્વ બિગબોસ ફેન તથા અભિનેતા એઝાઝ ખાન વિરૃદ્ધ અમદાવાદમાં સાઈબર ક્રામમાં નોંધાવાઈ ફરીયાદઃ ટીકટોક પર એક વિવાદીત વિડીયો અપલોડ કરવાના કારણે મુકાયા મુશ્કેલીમાં / બિહારમાં ગૌતસ્કરીની શંકા કરી ત્રણ યુવકોની ઢોર માર મારી કરાઈ હત્યા / યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોઃ અમેરિકન સબમરીને હોરમુજની ખાડીમાં ઈરાની ડ્રોનને તોડી પાડયું / કુલભુષણ મામલે જો પાકિસ્તાન અળવિતરાઈ કરશે તો ભારતે તૈયાર કર્યાે પ્લાન બી

જામ્યુકો દ્વારા આંગણવાડીઓના નિર્માણમાં કરોડોનો ભ્રષ્ટાચારઃ તપાસ થશે?

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા  શહેરના પાંચેય ઝોનમાં આંગણવાડીઓના બાંધકામ કરવાના કરોડો રૃપિયાના કામમાં મોટાપાયે ગરબડ ગોટાળા કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી આશંકા જાગી છે.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦૧પ-૧૬ થી પાંચેય ઝોનમાં વિવિધ વિસ્તારોમાં આંગણવાડીના બાંધકામ માટેના ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ અપાયા હતાં.

જેમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે અહીં માત્ર ર૦૧૬ થી ૭.૩.ર૦૧૮ સુધીમાં થયેલા  કામોના અંગે પાંચ પાર્ટીઓને કરવામાં આવેલા ચૂકવણાની વિગતો જ રજૂ કરવામાં આવી છે જેમાં ૩.ર.ર૦૧૬ થી ૭.૩.ર૦૧૮ સુધીમાં આ પાંચ પાર્ટીને રૃપિયા ત્રણ કરોડ પચ્ચાસ લાખ સત્યાસી હજાર આઠસો સુડતાલીસનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

હવે થાય છે ગરબડ ગોટાળાનો ખુલાસો... ખુદ મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારી અને ચીફ એકાઉન્ટન્ટે આપેલા જવાબની વિગતોમાં દર્શાવાયું છે તે પ્રમાણે 'હરસિદ્ધિ કોર્પોરેટશન' નામની પાર્ટીને તા. ૧૦.પ.ર૦૧૬ ના ચેક નં. ૧પ૬૧ થી રૃા. ૧૧,૬૬,૮૯૦.૧૮ તથા રૃા. ર૯,૮૪,૧પ૮.૭૭ નું બે વખત ચૂકવણું થયું, તે જ રીતે 'સરદાર કન્સ્ટ્રક્શન' નામની પાર્ટીને તા. ૧ર.પ.ર૦૧૬ ના ચેક નં. ૧૬૮ર થી ત્રણ ચૂકવણા રૃા. ર૧,૧૩૦.૮૮, રૃા. ૯૮ર૬૪૪.પર તથા રૃા. ૧૬,૦૬,૭૭૩.ર૬ ના થયા અને આ જ પાર્ટીને તા. ૧.૮.ર૦૧૬ ના ચેક નં. ર૬૧૦૪ થી ત્રણ ચૂકવણા રૃા. ૧ર,૬૩,૩પ૩.૬૯, રૃા. ૯,૦૩,૦૦૪ તથા રૃા. ૧૪,ર૮,૦૭૪.૪૭ ના કરવામાં આવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે એક જ ચેક નંબરથી એક જ ચેકમાં એક જ તારીખે બબ્બે કે ત્રણ-ત્રણ ચૂકવણા કેવી રીતે શક્ય છે!

આ તો માત્ર સાડાત્રણ કરોડના કામો અંગેના ચૂકવણાની વિગતો જ જાહેર થઈ છે. બાકી મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓના નિર્માણ માટે અંદાજે રૃપિયા ૬ કરોડથી વધુના કામો અંગે કાર્યવાહી થઈ છે.

સૌથી નવાઈની વાત એ છે કે ઉપર દર્શાવેલ રૃા. સાડાત્રણ કરોડના ખર્ચનો કોઈ કરતા કોઈ ઉલ્લેખ ખૂદ મહાનગરપાલિકાના એક પણ સત્તાવાર ઓડીટ રિપોર્ટમાં દર્શાવાયો નથી.

એટલું જ નહીં, જામનગરમાં છેલ્લા ત્રણ વરસથી પાંચ-સાત કરોડના ખર્ચે આંગણવાડીઓ બની રહી છે, પણ ચોક્કસ કઈ જગ્યાએ ક્યા વોર્ડ-વિસ્તારમાં બાંધકામ થયું છે તે કોઈને ખબર નથી! આંગણવાડીના બાંધકામમાં એકાદ ઓરડો બનાવવા સિવાય કોઈ મોટું કન્સ્ટ્રક્શન ન હોય તે સ્વભાવિક છે. તેમ છતાં કરોડો રૃપિયાના ખર્ચાઓ થયા પછી કેટલી આંગણવાડી બની અને ક્યાં બની તેનો ખુલાસો કરવો જરૃરી છે. આ ઉપરાંત આ કોન્ટ્રાક્ટ પાર્ટીના સંચાલકો/માલિકોના નામો જાહેર કરવામાં પણ તંત્ર ગલ્લા-તલ્લા થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

છેલ્લા ત્રણ વરસથી નવી આંગણવાડીઓ બનાવવામાં આવી રહી હોય, તો તે આવકાર્ય છે, પણ જો ખરેખર તેનું નિર્માણ ટેન્ડરની શરતો પ્રમાણે, સંતોષકારક રીતે થયું હોય તો!?

પણ... અહીં તો મહાનગરપાલિકાએ ટેન્ડરોમાં ક્યાંક ત્રણ ટકાના નીચા ભાવ તો ક્યાંક ૧૦ ટકા તો ક્યાંક તેનાથી પણ વધુ નીચા ભાવે આપેલા ટેન્ડરો મંજુર કર્યા છે. તેથી ટેન્ડરના ભાવો મંજુર કરવામાં પણ ગોટાળા થયાની શંકા જાગે તે સ્વાભાગિક છે. શા માટે ટેન્ડરોના ભાવોના ધોરણો એકસરખા  નીચા ભાવે ન આપી શકાયા?

મહાનગરપાલિકા તંત્રએ પાંચેય ઝોનના ક્યા વિસ્તારમાં-વોર્ડમાં કેટલી આંગણવાડીનું બાંધકામ થયું તેની વિગતો જાહેર કરવાની જરૃર છે તેમજ એક જ તારીખે એક જ પાર્ટીને એક જ ચેકમાં બબ્બે, ત્રણ-ત્રણ રકમના ચૂકવણા કેવી રીતે થયા તેનો પણ ખુલાસો કરવાની જરૃર છે. મહાનગરપાલિકા તંત્રના ઓડીટ વિભાગને કરોડો રૃપિયાના ચૂકવણાની ખબર જ ન હોય તે બાબત પણ શંકાપ્રેરક બની રહી છે.

કેટલીક આંગણવાડીઓ અનેક સ્થળોમાં ભાડાની જગ્યામાં ચાલે છે અને તેમાં પણ દર વરસે લાખ્ખો રૃપિયાના ભાડા ચૂકવાઈ રહ્યા છે. આ એકાદ-બે ઓરડાના આંગણવાડીના તગડા ભાડા ચૂકવાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

આમ ભાડા અને નવા બાંધકામમાં ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવી શંકાને દૂર કરવા કડક તપાસ કરી સંપૂર્ણ વિગતો જાહેર કરવાનો સમય આવી ગયો છે.

અહીં માત્ર પાંચ જ પાર્ટીઓ (૧) ભગવાનજી એસોસિએટ્સ, (ર) પંડ્યા કન્સ્ટ્રક્શન, (૩) હરસિદ્ધિ કોર્પોરેશન, (૪) સરદાર કન્સ્ટ્રક્શન અને (પ) કુદરત એન્ટરપ્રાઈઝને થયેલા ચૂકવણાનો જ હિસાબ રજૂ થયો છે અને ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે આ કોન્ટ્રાક્ટર પેઢીઓના માલિકો કોઈને કોઈ રાજકીય પક્ષોના મોટા માથા છે!

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription