દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર ગણિત-વિજ્ઞાન પ્રદર્શનો યોજાશે

ખંભાળિયા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧ર મી સપ્ટેમ્બરથી તાલુકામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનોનો પ્રારંભ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડમાં સંકુલ કક્ષાના વિજ્ઞા મેળાઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવા માટે જિ.શિ. અધિકારી એચ.આર. ચાવડા તથા ડાપેરના પ્રિન્સિપાલ રીંડાણી તથા ચિકાણી દ્વારા આયોજન થયું છે. આગામી તા. ૧ર.૯.ર૦૧૯ ના ખંભાળિયા ભ્રુગુ સંકુલનો વિજ્ઞાન મેળો ડી.એમ. ગોરિયા સ્કૂલ હર્ષદપુર, ખંભાળિયામાં, તા. ૧૩.૯.ર૦૧૯ ના ભાણવડ તાલુકાનો વિજ્ઞાન મેળો વી.એમ. ઘેલાણી હાઈસ્કૂલ ભાણવડમાં તા. ૧૪.૯.ર૦૧૯ ના કલ્યાણપુર તાલુકાનો વિજ્ઞાન મેળો જી.એમ.ડી.સી. નંદાણા હાઈસ્કૂલમાં તથા ૧૭.૯.ર૦૧૯ ના દ્વારકા તાલુકાનો વિજ્ઞાન મેળો દ્વારકા મોડેલ સ્કૂલમાં  યોજાયો છે. આ વિજ્ઞાન મેળાઓમાં દરેક શાળાઓએ પાંચ પૈકી કોઈપણ એક વિભાગમાં ભાગ લેવો ફરજિયાત હોવાનું જિ.શિ. ચાવડા દ્વારા જણાવાયું છે તથા મેળાઓને વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન એવું નામ આપવામાં આવ્યું છે. જિલ્લાની શાળાએ ભાગ લેવા, એન્ટ્રી મોકલવા તથા અન્ય જાણકારી માટે સંકુલના સંયોજકો અથવા જિ.શિ.ના લાયઝન એ.ઈ.આઈ.નો સંપર્ક કરવા જણાવાયું છે.

close
Nobat Subscription