તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

મોંઘવારીના મુદ્દે મોદી સરકારને ઘેરવા દેશવ્યાપી આંદોલનનું બ્યુગલ ફૂંકશે કોંગ્રેસ

નવી દિલ્હી તા. ૧૨ઃ મોદી સરકાર દેશવ્યાપી આંદોલન પછી પણ પેટ્રોલ-ડિઝલના ભાવો ઘટાડવાના મૂડમાં નહીં જણાતા કોંગ્રેસ હવે વિપક્ષોના સહયોગથી મોંઘવારીના મુદ્દે મોદી સરકારને ઘેરવા દેશવ્યાપી આંદોલનનું બ્યુગલ ફૂંકશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

પેટ્રોલ-ડિઝલ કિંમતોમાં ઘટાડો નહીં કરવાના મોદી સરકારના ઈરાદાઓને જોતા કોંગ્રેસ હવે મોંઘવારી વિરૃદ્ધનું અભિયાન આગળ વધારશે. મોંઘવારીના મુદ્દે ભાજપાને ઘેરવા માટે બીજા તબક્કામાં રાજ્યોમાં વિરોધની તૈયારી કરે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજ્યોમાં પણ વિરોધ પક્ષોના સહયોગથી સરકાર વિરૃદ્ધ આંદોલન ચલાવવાની તૈયારીમાં છે. મોંઘવારી વિરૃદ્ધ વિપક્ષી મોર્ચાને રાજ્યોમાં પ્રભાવશાળી બનાવવાની કોંગ્રેસની આ રણનિતી ઉપર રાહુલે શરદ પવાર સાથે પણ વાત કરી છે. જે રીતે વિરોધ પક્ષોની ભાગીદારીના કારણે ભારત બંધને સફળતા મળી તેથી શરદ પવાર પણ આંદોલનને આગળ વધારવા વિપક્ષી સહયોગની તરફેણમાં છે. કોંગ્રેસનું માનવું છે કે, સરકારની પ્રજા વિરોધી નિતીઓ વિરૃદ્ધ વિપક્ષો એક થવાથી સત્તામાં બેઠેલા લોકો પર કિંમતો ઘટાડવાનું દબાણ વધશે જ સાથે સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોને છૂટા પાડવાના ભાજપા અને મોદીના પ્રયાસોને નિષ્ફળ કરવાનો સંદેશ પણ આપી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ અને પવાર વચ્ચે ભારત બંધ દરમ્યાન જ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને ન છોડવા માટે સહમતી થઈ ગઈ હતી. પેટ્રોલ-ડિઝલની મોંઘવારીથી મધ્યમ વર્ગ જ નહીં, ગરીબ અને ખાસ કરીને ખેડૂતો પણ ત્રસ્ત છે અને પ્રજા વિરોધ પક્ષો અને નજર માંડી રહી છે. એવા મત પર બંને નેતા સહમત છે. એટલા માટે વિરોધ પક્ષોની જવાબદારી છે કે જ્યાં સુધી સરકાર પેટ્રોલ ડિઝલની કિંમતો ઘટાડી પ્રજાને રાહત ન આપે ત્યાં સુધી વિરોધ પક્ષો આ મામલે ભાજપાને ચેઈનથી બેસવા દેવી ન જોઈએ.

મોંઘવારી વિરૃદ્ધ કોંગ્રેસના બીજા ચરણના અભિયાનની તૈયારીની વાત કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ કરી છે. આ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જનતા મુશ્કેલી બાબત બેપરવાહ મોદી સરકાર વિરૃદ્ધનું આંદોલન ભારત બંધથી પૂરૃં નહીં થાય પરંતુ રાજ્યોમાં પણ અલગ અલગ રીતે આંદોલનની રૃપરેખા બનાવાઈ રહી છે.

સુરજેવાલાએ વિપક્ષોમાં આગળ પણ સહકાર પર જોર દેવાની પવારની વાતની પુષ્ટિ કરી હતી. પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતો એવા સ્તરે પહોંચી ગઈ છે કે પ્રજાને તે ખુંચવા લાગી છે. આના લીધે આવનારા સમયમાં ખેતીનો ખર્ચ જ નહી વધે પણ મોંઘવારી પણ વધશે અને તેને અંકુશમાં લેવા માટે આરબીઆઈએ લોનના દરોમાં પણ વધારો કરવો પડશે. કોંગ્રેસે દેશવ્યાપી આંદોલનનું બ્યુગલ ક્યારે ફૂંકે છે, તે અંગે અટકળો થઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00