ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

પ.પૂ. આચાર્યશ્રી ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

જામનગર તા. ૧૪ઃ શ્રી પ-નવતનપુરીધામ ખીજડા મંદિરના ઉપક્રમે તા. ૩૦.૮.ર૦૧૮ ના હરિયા કોલેજમાં ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રે પોતાની સામાજિક સંસ્થા દ્વારા 'બહુજન હિતાય બહુજન સુખાય'ના મંત્રને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ સમગ્ર જામનગર શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શ્રી પ-નવતનપુરીધામના પ.પૂ. આચાર્યશ્રી ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અભિવાદન સમારોહમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આર.સી. ફળદુ તથા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ અને જામનગર શહેરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ અભિવાદન સમારોહમાં વિવિધ ક્ષેત્રે પોતાની સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરનાર શ્રી પ-નવતનપુરીધામ ખીજડા મંદિરના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી નવિનભાઈ પરીખ સેવા કરી રહ્યા છે તથા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ વિવિધ સામાજિક સંસ્થામાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપનાર જામનગરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી આર.કે. શાહ તથા શ્રી તપોવન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજનભાઈ જાની કે જેમને જામનગરમાં પોતાના ભંડોળમાંથી કરોડો રૃપિયાના ખર્ચે થ્રી સ્ટાર હોટલ જેવું 'વાત્સલ્યધામ'માં વૃદ્ધો માટે વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સભર બનાવેલ છે તથા વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પંચકર્મ વિભાગના વડા પ્રો. હિતેષ જાની કે જેમને આયુર્વેદ, ગૌસેવા, ગર્ભસંસ્કાર સહિતના વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપેલ છે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. વિજય પોપટ કે જેમણે એમ.પી. શાહ મેડિકલ કોલેજ જામનગર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમજ આઈ.એ.એ. સહિતની વિવિધ સંસ્થાઓમાં તેમની સેવાઓ આપી છે અને સફળ નેતૃત્વ પૂરૃં પાડેલ છે. ઉપરોક્ત પાંચેય મહાનુભાવોને શ્રી પ-નવતનપુરીધામના પ.પૂ. આચાર્યશ્રી ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજના હસ્તે જામનગમાં પોતપોતાના ક્ષેત્રમાં સેવા કરવા બદલ તેમજ સતત કાર્યરત રહેવા બદલ ઉપસ્થિત વિશાળ જનમેદનીના તાલીઓના ગડગડાટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ખીજડા મંદિરના ટ્રસ્ટી ડો. જોગીનભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું કેબિનેટ મંત્રી શ્રી આર.સી. ફળદુ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ તેમજ સન્માનિત પાંચેય મહાનુભાવો દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતાં અને અંતમાં જામનગરના જાણીતા અધિવક્તા શ્રી હિતેનભાઈ ભટ્ટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત અભિવાદન કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, લાલપુર પંચાયતના પ્રમુખ સુરૃભા જાડેજા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા, 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, ખીજડા મંદિરના ટ્રસ્ટીઓ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના સદસ્યો, તપોવન ફાઉન્ડેશનના હોદ્દેદારો, મેડિકલ કોલેજ તથા આઈ.એમ.એ.ના નગરના નામાંકિત ડોક્ટરો તેમજ શહેરની વિવિધ સામાજિક સંસ્થાના પદાધિકારીઓ તેમજ શ્રેષ્ઠિઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અભિવાદન સમારંભની શોભા વધારી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription