કર્ણાટકમાં લોકસભા-વિધાનસભાની પાંચ બેઠકો પૈકી ચાર પર ભાજપની કારમી હાર / આ વર્ષે પણ સેનાના જવાનો સાથે જ દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી મોદી / પીએનબી કૌભાંડઃ ચોક્સીની હોંગકોંગ ફર્મના ડાયરેકટરને ઈડીએ કોલકત્તાથી પકડયો

દ્વારકાના બરડિયામાં ખારડી તળાવના પાણી માથાભારે લોકો ઉલેચતા હોવાની ફરિયાદ

જામનગર તા. ૧૪ઃ દ્વારકા તાલુકાના બરડિયામાં આવેલા ખારડી તળાવ માત્રને માત્ર મૂંગા પશુઓને પીવાનું પાણી મળે તે હેતુસર અનામત રાખવામાં આવ્યું છે, તેમ છતાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા પશુ માલિકોને ધમકી આપી રોકવામાં આવે છે.

આ અગાઉ આ તળાવમાંથી ખેડૂતો મશીનો મૂકીને પાણી ઉલેચતા ત્યારે સરકારે તેમના મશીન બંધ કરાવ્યા હતાં અને પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તળાવ પશુઓ માટે અનામત છે અને બરડિયા-વાંચ્છુ, કોરાડા, દ્વારકાના પશુમાલિકો અહીં પશુઓને પાણી પીવડાવવા આવે છે.

આ સંજોગોમાં બરડિયાના કરમણભાઈ જેસાભાઈએ દ્વારકા પોલીસમાં તળાવમાં પશુઓને પાણી પીવડાવવા જતાં રોકનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00