માર્કટ સ્કેન

નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી ...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૪૧૩૮૬.૪૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૩૭૭.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૨૭૫.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૩૧૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૫૪૧.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૦૧.૦૦ સામે ૧૨૨૦૪.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૫૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૦૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૪૦.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો

ચાઈનામાં ઘાતક વાઈરસ લોકોનો ભોગ લઈ રહ્યાની સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો હોઈ ચાઈનાએ તેના આ ઘાતક વાઈરસ ફેલાયાના વિસ્તારોમાં યુદ્વના ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યા સાથે વિવિધ દેશોએ ચાઈના નહીં જવાની લોકોને એડવાઈઝરી જારી કરતાં વૈશ્વિક વેપાર પર આ પ્રતિબંધોની નેગેટીવ અસર થવાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ ઘટી આવ્યા હતા. પરંતું ભારતીય શેરબજારોમાં આજે વૈશ્વિક બજારોથી વિપરીત ફરી ફોરેન ફંડોની ઓલ રાઉન્ડ તેજી જોવાઈ હતી. ૧,ફેબ્રુઆરી ૨૦૨૦ના રજૂ  થનારા કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પર્સનલ ટેક્ષના સ્લેબમાં વધારો કરવામાં આવે એવી શકયતા અને ખા સ લોકોના હાથમાં ખર્ચપાત્ર આવક વધે એ માટે આ પ્રોત્સાહનો કારગત સાબીત થવાના અંદાજો અને અન્ય ઉદ્યોગોને પણ બજેટમાં ફાયદો-રાહતો જાહેર થવાની અપેક્ષાએ ફંડો-મહારથીઓ ફરી તેજીમાં આવી ગયા હતા. બજેટ પ્રોત્સાહનોની અપેક્ષા સાથે શેરોમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું શોર્ટ કવરિંગ કર્યા સાથે ફાર્માસ્યુટિકલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં તેજી કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, પાવર-કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફરી ફંડો તેજીમાં આવ્યા હતા. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી ફંડોએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં  ફંડો, ખેલંદાઓની પસંદગીની લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૪૯ અને વધનારની સંખ્યા ૧૨૮૬ રહી હતી. ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર (૧૨૧૭૧) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૦૧ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૦૨ પોઈન્ટ થી ૧૨૨૩૩ પોઈન્ટ, ૧૨૨૭૨ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

ડીવીઝ લેબોરેટરીઝ લિ. (૧૮૯૧) ઃ ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૬ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૧૯ સુધી તેજી તરફી ધ્યાન...!!!

છઝ્રઝ્ર લિ. (૧૫૫૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૩ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૫૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિન્દો ફાર્મા લિ. (૪૯૩) ઃ રૂ.૪૮૦ નો પ્રથમ તેમજ રૂ.૪૭૪ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૫૦૫ થી રૂ.૫૧૩ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે....!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ (૫૯૧) ઃ સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૩ થી રૂ.૬૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

સિપ્લા લિ. (૪૬૩) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૫૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૪ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનની આ વખતે અપેક્ષાથી સારી શરૂઆત થઈ છેજેની પોઝિટીવ અસર આગામી સપ્તાહમાં અપેક્ષિત છેબજારની નજર હવે બજેટની અપેક્ષા પર રહી ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરો હજુ આકર્ષક વેલ્યુએશને મળી રહ્યા હોઈ વેલ્યુબાઈંગ વધતું જોવાય એવી પૂરી શકયતા છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Nobat Subscription