ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

વકીલો ૧૭ સપ્ટેમ્બરથી કરશે દેશવ્યાપી ચળવળઃ ઓક્ટોબરમાં દિલ્હીમાં કૂચ

અમદાવાદ તા. ૧૪ઃ હડતાલથી દૂર રહેવાના સુપ્રિમ કોર્ટના ચૂકાદા સામે વકીલો તા. ૧૭ મી સપ્ટેમ્બરથી દેશવ્યાપી ચળવળ આદરશે અને દેશભરના વકીલો ઓક્ટોબરમાં દિલ્હીભણી કૂચ કરશે.

કોઈપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઈ કોર્ટમાં હડતાલ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતા સુપ્રિમ કોર્ટના ચૂકાદાને લઈ ગુજરાત સહિત દેશભરના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો વકીલોના મૂળભૂત અધિકાર પર સીધા પ્રહાર અને કુઠારાઘાત સમાન હોઈ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હવે આ મામલે દેશના તમામ રાજ્યોમાં આ ચૂકાદાને લઈ વકીલોમાં જાણકારી અને જાગૃતિ આપવા તા. ૧૭ મી સપ્ટેમ્બરથી જાગૃતિ અભિયાન છેડવા ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશના તમામ વકીલ મંડળોને હાકલ કરી છે.

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી. કેલ્લા અને એકઝિક્યુટિવ કમિટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ આજે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિર્દેશાનુસાર ગુજરાત રાજ્યમાં વકીલ આલમના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાઈ હતી, જે મુજબ તા. ૧૭ મી સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લા-તાલુકા કોર્ટોમાં વકીલો દ્વારા ઉપરોક્ત ચૂકાદા સંદર્ભે વકીલોનું જાગૃતિ અભિયાન, દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજાશે. તો, ઓક્ટોબર માસમાં દેશભરમાંથી વકીલો સુપ્રિમ કોર્ટ અને સંસદ ભણી કૂચ કરશે અને વિરોધ કાર્યક્રમો યોજશે. ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી. કેલ્લા અને એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે ક્રિશ્નકાંત તમરાકર વિરૃદ્ધ મધ્યપ્રદેશ રાજ્યના કેસમાં આપેલા મહત્ત્વના ચૂકાદા મારફતે દેશના બાર એસોસિએશનો અને બાર કાઉનસિલોને કોઈપણ પ્રસંગ કે બાબતને લઈ કોર્ટોમાં હડતાલ, બહિષ્કાર કે કોર્ટ કામગીરીથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે, જેનો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સહિત દેશભરના વકીલ આલમમાં ચોતરફથી ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેને પગલે તા. ૧૭ મી સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાની વકીલબંધુઓમાં  સમજ અને જાગૃતિ આપવા ગુજરાતના તમામ જિલ્લા-તાલુકા કોર્ટોમાં ખાસ જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર-દેખાવોનો કાર્યક્રમ યોજાશે. આ વિરોધ કાર્યક્રમને લઈ તાલુકા કક્ષાએ મામલતદારને અને જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર અપાશે. એ પછી આ સમગ્ર મામલે દરમિયાનગીરી કરવા રાજ્યના મુખ્યમંત્રી, કાયદામંત્રી, ધારાસભ્યો અને સંસદસભ્યોને રજૂઆત કરી આવેદનપત્ર અપાશે. ત્યારપછી ઓક્ટોબર મહિનામાં દેશભરના વકીલો દિલ્હીમાં સુપ્રિમ કોર્ટ અને સંસદ બહાર એકત્ર થઈ રાષ્ટ્રવ્યાપી આશ્ચર્યકારક કાર્યક્રમ આપશે. દિલ્હીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરમાં આશરે બે લાખથી વધુ વકીલો ઉમટે તેવો અંદાજ છે. ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી. કેલ્લા અને એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ઉપરોક્ત ચૂકાદા સામે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિર્દેશાનુસાર વકીલોનું આ રાષ્ટ્રવ્યાપી આંદોલન છે, જેમાં ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં વકીલઆલમ દ્વારા આ પ્રકારના વિરોધ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ પ્રકારના ચૂકાદાઓ મારફતે વકીલોના મૂળભૂત અને લોકશાહી અધિકારોને કોઈપણ રીતે ટૂંપો દઈ શકાય નહીં તેવી માંગ સાથે આ રાષ્ટ્રવ્યાપી આંદોલન માટે ર૧ સભ્યોની એક કેન્દ્રિય સંચાલન સમિતિ બનાવી છે. જ્યારે રાજ્યોમાં જે તે બાર કાઉન્સિલમાં પંદર સભ્યોની સંચાલન સમિતિ બનાવાઈ છે. આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરનો વકીલ આલમ આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાઈ પોતાના વિરોધનો સૂર વ્યક્ત કરશે. આ પ્રસંગ ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય ભરત ભગત, પરેશ વાઘેલા અને અફઝલખાન પઠાણ પણ હાજર રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription