તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગરમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રાહક બેઠક

જામનગર તા. ૧૪ઃ જામનગર ટપાલ વિભાગ, જામનગર દ્વારા ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા. ર૦.૯.ર૦૧૮ (ગુરુવાર) ના બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી હોટલ આરામ, જામનગરમાં ગ્રાહક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠક સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ અને ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્તર જનરલ શ્રી ગૌતમ ભટ્ટાચાર્યની અધ્યક્ષતા હેઠળ યોજાશે. આ બેઠક જામનગરની ટપાલ સેવાઓને લગતા સૂચનો અને મૂશ્કેલીઓના યોગ્ય ઉકેલ માટે યોજવામાં આવી છે, એથી જે ગ્રાહકોને ટપાલ સેવાઓ વિષે તેમના સૂચનો આપવાના હોય કે મૂશ્કેલીઓ હોય તેઓ તેમના સૂચનો અને પ્રશ્નો સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસિઝ, જામનગર ડિવિજન, જામનગરને ૧૭.૯.ર૦૧૮ સુધીમાં પહોંચે તે રીતે મોકલી આપે જેથી આ બેઠકમાં તેની ચર્ચા કરી શકાય.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00