નિફ્ટી ફ્યુચર ૧૨૧૨૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી ...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૫૦.૨૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૯૮૮.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૮૬૫.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૩૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૯૫૭.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૮૯.૮૦ સામે ૧૨૦૮૨.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૭૭.૮૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૩૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૯૭.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો

આર્થિક મોરચે ભારતીય અર્થતંત્ર પડકારરૂપ સમયમાંથી પસાર થઈ રહ્યું હોઈ એક પછી એક આર્થિક આંકડા નબળા આવતાં સેન્ટીમેન્ટ ડહોળાયા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે ૦.૨૫%નો વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા અને અન્ય પ્રોત્સાહનો જાહેર થવાની સંભાવના સાથે વૈશ્વિક મોરચે ફરી અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ માટે પોઝિટીવ સંકેત મળતાં બજારે ઈન્ડેક્સ બેઝડ અફડા - તફડીના ફરી રિકવરી બતાવી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૨ પૈસા નબળો પડીને રૂ.૭૧.૫૪ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટયામથાળેથી પાછા ફરી બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૦૨ ડોલર વધીને ૬૧.૮૪ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૮૩  સેન્ટ વધીને ૫૬.૯૩ ડોલર રહ્યા હતા. આર્થિક મંદ પડેલા વિકાસને વેગ આપવા સરકાર દ્વારા વધુ ઉદારીકરણના પગલાં લેવાશે એવા નાણા પ્રધાનના સંકેત તેમજ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦થી ફરી આર્થિક રિકવરી જોવા મળશે એવા સમીક્ષકોના અંદાજો વચ્ચે ફંડોએ શોર્ટ કવરિંગ કર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઝડપી રિકવરીમાં બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડો લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સ-નિફટીમાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં વધનારની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૧૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૨ અને વધનારની સંખ્યા ૧૦૯૬ રહી હતી. ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર (૧૨૦૮૮) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૦૨ પોઈન્ટ થી ૧૨૧૨૦ પોઈન્ટ, ૧૨૧૩૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

લાર્સન લિમિટેડ (૧૨૯૨) ઃ કન્સ્ટ્રકશન ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૮૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૨૬૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૦૮ થી રૂ.૧૩૨૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

એકસિસ બેન્ક (૭૪૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૭૨૭ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

મહિન્દ્રા શ્ મહિન્દ્રા (૫૨૮) ઃ રૂ.૫૦૮ નો પ્રથમ તેમજ રૂ.૪૯૭ ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૫૪૪ થી રૂ.૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે....!!!

ઓરબિન્દો ફાર્મા (૪૪૯) ઃ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૬ થી રૂ.૪૭૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

તાતા મોટર્સ (૧૬૮) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૫૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૭૪ થી રૂ.૧૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની સાથે આગામી સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમિટી(એમપીસી)ની વ્યાજ દરોની સમીક્ષા માટે મળનારી મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડા સાથે બજારોમાં નાણાની પ્રવાહિતામાં વધારો થાય એ માટે પગલાં જરૂરી છે. જે પગલાં જાહેર થવાના સંજોગોમાં બજારમાં આગામી દિવસોમાં કરેકશન અટકવાની અને ઉછાળાની શકયતા રહેશે, અન્યથા બજારમાં મોટું કરેકશન જોવાય એવી શકયતા છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription