રેલવે ટ્રેક મેન્ટેનન્સ માટે ૧પ-ડિસેમ્બરે સુધી બ્લોક ઃ અનેક ટ્રેન પ્રભાવિત

જામનગર તા. રઃ રાજકોટ રેલવે ડિવિઝનમાં પડધરી-ચણોલ સેકશનમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. ટ્રેક મેન્ટેનન્સ કામગીરીના કારણે તા. ૧૫ ડિસેમ્બર સુધી બ્લોક લેવામાં આવ્યો છે. આથી ઓખા-વીરમગામ-ઓખા ટ્રેન દ્વારકા સુધી જ ચાલશે એટલે કે દ્વારકા-ઓખા વચ્ચે રદ રહેશે. તેમજ આ ટ્રેન પડધરી સુધી ૧ કલાક ૩૦ મિનિટ મોડી ચાલશે.

રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન હાપા, જામનગર, કાનાલુસના બદલે જેતલસર, વાંસજાળીયા રૃટ ઉપરથી ચાલશે.

ઉપરાંત સોમવારની શ્રી માતા વૈષ્ણવદેવી કટરા-જામનગર ટ્રેન પડધરી સુધી ૧૫ મિનિટ, મંગળવારની પોરબંદર-દિલ્હી-સરાઈ રોહિલ્લા પડધરી સુધી ૩પ મિનિટ, શુક્રવારની પોરબંદર-મુઝફફરપુર-મોતીહારી ટ્રેન પડધરી સુધી ૩૬ મિનિટ અને શનિવારની પોરબંદર-દિલ્હી-સરાઈ-રોહિલ્લા પડધરી સુધી ૩૬ મિનિટ મોડી ચાલશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription