આકાશમાં તા. ૧૩ થી ર૦ નવે. સુધી નિરખવા મળશે લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો

અમદાવાદ તા. ૧રઃ દુનિયાભરના લોકોએ ઓક્ટોબરમાં ડેક્રોનિક્સ અને ઓરિયોનીડ્સ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા. ૧-ર નવેમ્બરે ટોરીડ્સ ઉલ્કાવર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો બુધવાર, તા. ૧૩ મી નવેમ્બરથી તા. ર૦ નવેમ્બર દરમિયાન લીઓનીડ્સ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યા છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજ્યના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજ્યભરમાં ખગોળિય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે. ઉલ્કવર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદમાં આયોજીત કરવામાં આવ્યો છે. 'જાથા'ના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા. ૧૩ મીથી ર૦ દરમિયાન સિંહ રાશિની લીઓનીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્ભુત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧પ થી પ૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દૃશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દૃશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભાવ અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્રબિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે. વધુમાં પડ્યા જણાવે છે કે, લીઓનીડ્સ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ શનિવાર-રવિવાર, તારીખ ૧૬/૧૭ નવેમ્બરે અવકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટૂકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટૂકડાઓ સળગી ઊઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૃપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટિયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. ઉલ્કાવર્ષા અંગે વિશેષ માહિતી માટે મો.નં. ૯૮રપર ૧૬૬૮૯ તથા ૯૪ર૬૯ ૮૦૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription