ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

મીઠાપુર પંથકમાં દીપડાના પગરણની આશંકાઃ ફોરેસ્ટ વિભાગે ગોઠવ્યા પાંજરા

મીઠાપુર તા.૧૪ ઃ મીઠાપુરના અમૂક વિસ્તારોમાં ચાર-પાંચ દિવસથી દીપડો ઘૂસ્યો હોવાની આશંકા વચ્ચે રેન્જ ફોરેસ્ટે ચકાસણી શરૃ કરતા દીપડાના હુમલાનો ભોગ બનેલી એક ગાયનો ક્ષતવિક્ષત મૃતદેહ સાંપડયો છે. ફોરેસ્ટે દીપડાને પકડવા મારણ સાથેના પાંજરા ગોઠવ્યા છે. જ્યારે કેમિકલ કંપનીની સિકયોરિટીએ જાહેર સૂચના જારી કરી છે. વધુ એક વખત આ પંથકમાં દીપડાના પગરણ થતા લોકોમાં ભય પ્રસર્યાે છે.

ઓખામંડળના મીઠાપુર નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી દીપડો આંટા મારતો હોવાના ચિન્હો જોવા મળતા આ પંથકમાં ભારે ગભરાટ ફેલાયો છે.

ગયા મંગળવારથી મીઠાપુરના દરિયા વિસ્તારમાં આવેલા ઝાળી-ઝાંખરાઓમાં દીપડાના પંજાના નિશાન કોઈએ જોયા પછી રેન્જ ફોરેસ્ટને તેની વિગતો આપવામાં આવી હતી જેના પગલે ફોરેસ્ટના સ્ટાફે ચકાસણી શરૃ કરતા મીઠાપુર સ્થિત તાતા કેમિકલ્સ કંપનીના એર ફિલ્ડ વિસ્તારમાં મારણ કરાયેલી એક ગાયનો મૃતદેહ સાંપડયો છે.

ગાયને જે રીતે ફાડી ખાવામાં આવી છે તે જોતા વનવિભાગે આ કૃત્ય દીપડાનંુ હોવાની આશંકા વ્યક્ત કરી જલાલશા પીરની દરગાહની પાછળ મારણ ગોઠવી દીપડાને જીવતો પકડી પાડવા માટે છટકું ગોઠવ્યું છે.

હાલમાં વનવિભાગે દીપડો કોઈ માનવી પર હુમલો ન કરે કે તે પ્રકારના અન્ય કોઈ બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા ભરવાનું શરૃ કર્યું છે. જ્યારે તાતા કેમિકલ્સ કંપનીની ટાઉન સિક્યોરિટીએ જાહેર સૂચના જારી કરી છે જેમાં જણાવવામાં આવ્યા મુજબ દીપડાની આ વિસ્તારમાં અવરજવરના પુરાવાઓ મળ્યા હોય તે માર્ગેથી કોઈએ દરિયા તરફ જવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષાેથી દ્વારકા પંથકમાં વખતોવખત દીપડાએ પગપેસારો કર્યાે છે તેને પકડી પાડવા માટે રેન્જ ફોરેસ્ટ દ્વારા મારણ સાથેના પાંજરાઓ મૂકવામાં આવ્યા છે તેમ છતાં ચાલાક ગણાતો દીપડો પાંજરે પુરાયો નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription