ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

મુખ્યમંત્રીને રજૂઆત કરવા જનારા પત્રકારો સામે પોલીસનો ધૃણાસ્પદ વ્યવહાર

અમદાવાદ તા. ૧રઃ હાર્દિક પટેલને હોસ્પિટલથી ઘરે લઈ જતી વખતે તેનું કવરેજ કરવા ગયેલ પત્રકારો સાથે પોલીસના અપમાનજનક અને ધૃણાસ્પદ વ્યવહારનો વિરોધ નોંધાવવા માટે સેંકડો પત્રકારો અને વિવિધ અખબારોના તંત્રીઓ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને મળવા માટે પહોંચ્યા હતાં ત્યારે પોલીસે તે પહેલા જ પત્રકારો અને વિવિધ અખબારોના તંત્રીઓની અટકાયત કરી લેતા મામલો વણસ્યો હતો અને જોરદાર હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને લઈ સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. ખાસ કરીને રાજ્ય સરકાર અને પોલીસના અસહકારભર્યા વલણની પત્રકાર જગતમાં ભારોભાર નિંદા થઈ હતી. જેનો વિરોધ નોંધાવવા માટે આજે તંત્રીઓ અને પત્રકારો સ્વર્ણિમ સંકુલ જઈ રહ્યા હતાં ત્યારે પોલીસે સચિવાલય પાસેથી જ તેમની અટકાયત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૃપાણીને રજૂઆત કરવા જતા પત્રકારોની અટકાયત કરાતા મીડિયામાં રોષ જોવા મળ્યો હતો. પત્રકારોને પોલીસે ધક્કામૂક્કી કરી ફરી એકવાર હડધૂત કર્યા હતાં અને તેઓની ખોટી રીતે અટકાયત કરી હતી. ૩૦૦ જેટલા નાના-મોટા અખબારોના તંત્રી, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધિઓની સાથે પોલીસ દ્વારા અપમાનજનક દૂર્વ્યવહાર કરવામાં આવતા પત્રકાર આલમે આ ઘટનાને લોકશાહીના હનન સમાન ગણાવી તેને વખોડી કાઢી હતી. પત્રકાર આલમ તરફથી મુખ્યમંત્રીને ઉદ્દેશીને માંગણી કરાઈ છે. પોલીસના અપમાનજનક દૂર્વ્યવહારની આ ઘટના નવી નથી, અગાઉ પણ પોલીસે આ પ્રકારના ગંભીર અને ધૃણાસ્પદ વર્તનો કરેલા છે. તેથી સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઈ આ પ્રકરણમાં જે કોઈ કસૂરવાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેમની સામે તાત્કાલિક કાયદાનુસાર કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાતની અસ્મિતા માટે અને દેશની લોકશાહી માટે મીડિયા મુક્ત પણે કામ કરી શકે તેવું વાતાવરણ સર્જી, ગુજરાત સહિત દેશભરમાં આજે પત્રકારો-તંત્રીઓ સાથે થયેલા અપમાનજનક વ્યવહારની ભારોભાર નિંદા થઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00