ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

દશનામ ગોસ્વામી સમાજનો સરસ્વતી સન્માન કાર્યક્રમ

જામનગર તા. ૧૨ઃ જામનગરના શ્રી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પમ સ્વજ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાના હેતુથી સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન આગામી તા. ૧૬-૯-૨૦૧૮ (રવિવાર)ના સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાન શ્રી દશનામ ગોસ્વામી સમાજવાડી, અક્ષરધામ સોસાયટી, પ્રિન્સ ટીમ્બર્સ સામે, ગુલાબનગર રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ મહાનુભાવોમાં સર્વ શ્રી પૂનમબેન માડમ (સંસદ સભ્ય), વિક્રમભાઇ માડમ (ધારાસભ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય), હસમુખભાઇ જેઠવા (મેયર), જીતુભાઇ લાલ તથા જીવણભાઇ કુંભારવડીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર (માર્કશીટ રજૂ કરનાર) દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે. જેમાં ધો. ૧ થી ૧૨માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તથા ડીગ્રી/ડીપ્લોમાના દરેક વિદ્યાર્થીને શિલ્ડ સ્વ. જયેશગિરી હરસુખગિરી ગોસાઇ પરિવાર તરફથી એનાયત થશે. સ્વ. રતનબેન વીરગર ગોસ્વામી પરિવાર હ. શ્રી ભગવાનગિરિ વીરગિરિ ગોસ્વામી તરફથી ત્રણ ફૂલસ્કેપ ચોપડા તથા શ્રી અરવિંદગર સુખદેવગર ગોસાઇ તરફથી બોલપેન આપવામાં આવશે. ધો. ૧ થી ૮માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીને હેમતગિરિ કાનગિરિ પરિવાર તરફથી સ્કૂલ બેગ તેમજ ધો. ૯ થી ૧૨માં પ્રથમ, દ્વિતીય અને તૃતીયને ખીમપુરી રામપુરી ગોસાઇ તથા યોગેશજતી રેવાજતી ગોસાઇ તરફથી સ્કૂલબેગ તથા લક્ષ્મણભારથી મોહનભારથી તરફથી કંપાસ બોક્સ અપાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00