૫ાક ધિરાણ માટે ખેડૂતોએ ટીસી મેળવવું ફરજીયાતઃ બેંકના નિર્ણય સામે રોષ

ખંભાળીયા તા. ૧૨ઃ પાક ધિરાણ મેળવવા ખંભાળીયાના બેંક ઓફ બરોડાની શાખા મારફત ખેડૂતોએ ટી.સી. (ટાઈટલ ક્લીયર) સર્ટીફીકેટ તેના વકીલ મારફત મેળવવું પડે છે. આથી ખેડૂતોને વધુ આર્થિક ભારણ વહન કરવાનો સમય આવ્યો છે. આ અંગે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેનો બેંક ઓફ બરોડાએ જવાબ પણ લેખિતમાં આપ્યો હતો.

ખંભાળીયાની દેના બેંક (હવે બેંક ઓફ બરોડા)એ ચાર વકીલોની પેનલ બનાવી છે. જેના મારફત ખેડૂતોએ ટી.સી. બનાવવું ફરજીયાત છે. આ ટી.સી. માટે ૨૫૦૦ થી ૩૦૦૦ની ફી ખેડૂતોએ ચૂકવવી પડે છે.

ઉગમણાબારા (તા. ખંભાળીયા)ના વકીલ મનુભા દાજીભા જાડેજાએ આ અંગે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી.

જેમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં ૧૦૯૭ ટી.સી.આર થઈ છે. આ ખેડૂતો પાસેથી તગડી ફી વસુલાત થતા ખેડૂતો નારાજ થયા છે. આ ફરજીયાત ટી.સી. સામે ઉગ્ર વિરોધ પણ થવા પામ્યો છે.

આર.ટી.આઈ. હેઠળ બેંક મારફત અપાયેલા જવાબમાં જણાવ્યું છે. વકીલની સવલત સરકાર દ્વારા નહી બેંક દ્વારા નિયમ મુજબ કરવામાં આવે છે.

જો અરજદાર ઈચ્છે તો તેની રસીદ મેળવી શકે છે. બેંક પોતાના પેનલ વકીલની સલાહ માન્ય રાખે છે. જામખંભાળીયા શાખાએ કોઈ ડબલ ધિરાણ આપ્યું નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription