સ્પોર્ટસ સંકુલ પાસેથી ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

જામનગર તા. ૧૨ઃ જામનગરના સ્પોર્ટસ સંકુલ પાસેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને પકડી મુદ્દામાલ કબજે કર્યો છે. તે બાઈક જિલ્લા પંચાયત કચેરીમાંથી ઉપડી ગયું હતું ઉપરાંત નર્મદ સર્કલ પાસેથી ચોરાઉ સ્કૂટર સાથે એક અન્ય શખ્સ પણ ઝડપાયો છે.

જામનગરના લાખોટા તવાળની પાળ પર રવિવારે પીઆઈ ટી.એલ. વાઘેલાની સૂચનાથી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્પોર્ટસ સંકુલ પાસેથી પસાર થયેલા એક શખ્સને પોલીસે શકના આધારે રોકી તેની પાસે રહેલા મોટરસાયકલના કાગળ માગતા થોથવાઈ ગયેલા આ શખ્સે ગોટા વાળ્યા હતાં. તેથી પોલીસે તેને દરબારગઢ સ્થિત પોલીસ સ્ટેશને ખસેડી પુછપરછ કરતા પટેલ કોલોનીમાં રહેતા મહેન્દ્રસિંહ જીવુભા જાડેજા નામના આ શખ્સે તે બાઈક ચોરી કરેલું હોવાની કબુલાત આપી છે. ઉપરોક્ત આરોપીએ તે બાઈક એકાદ મહિના પહેલાં જિલ્લા પંચાયત કચેરીના પાર્કીંગમાંથી ઉઠાંતરી કર્યાની કબુલાત આપી છે. પીઆઈ વાઘેલાની સૂચનાથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના નર્મદા સર્કલ (અંબર ચોકડી) પાસેથી સિટી સી ડિવિઝનના સ્ટાફે કાના અમરસી સોલંકી નામના શખ્સને શક પડતા એક્સેસ સ્કૂટર સાથે રોકી પુછપરછ કરતા આ વાહન પણ ચોરાઉ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription