ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

સ્વદેશી હોવિત્ઝર તોપ 'વજ્ર'નું સફળ પરીક્ષણઃ પ૦ કિ.મી.ની રેન્જ

જોધપુર તા.૧૪ ઃ સ્વદેશી હોવિત્ઝર તોપ વજ્રનું સફળ પરીક્ષણ થયું છે. આ તોેપ પ૦ કિ.મી.ની ફાયર ક્ષમતા ધરાવે છે.

ભારતીય સેનાએ ૫ોખરણ ફાયરીંગ રેન્જમાં ગુરૃવારે સાંજે દેશમાં નિર્મિત સ્વદેશી હોવિત્ઝર તોપના ૯-વજ્ર-ટીની લાંબા અંતર સુધી માર કરવાની ક્ષમતાનું પરીક્ષણ કર્યુ. અગાઉના પરીક્ષણ બાદ તેમાં ૧૩ સુધારા કરવામાં આવ્યાં છે. ૪૦ થી પ૦ કિ.મી. રેન્જવાળી આ તોપથી ૬ ગોળા છોડવામાં આવ્યા. તમામ ગોળા પોતાના લક્ષ્ય પર અચૂક પ્રહાર કરતા તેને ધ્યસ્ત કરી દીધા.

સૂત્રોના જણાવ્યા મુજબ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વજ્રને ખાનગી ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ બનાવી છે. સેનાએ ૧પપ એમએમની આ હોવિત્ઝર તોપના અગાઉના પરીક્ષણ દરમિયાન કેટલાક સુધારા કરવાનું કહ્યું હતું. સુધારા બાદ એડવાન્સ્ડ તોપનું પોખરણ ફાયરીંગ રેન્જમાં સેનાએ ફરી એકવાર પરીક્ષણ કર્યુ. આ તોપ ખાસ રીતે રણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેને સેનામાં સામેલ કરવામાં આવશે. તોપને પશ્ચિમી સરહદે તહેનાત કરવામાં આવશે. લાર્સન એન્ડ ટૂબ્રોએ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળી આ તોપનું નિર્માણ કર્યુ છે.

ગુજરાતના હઝીરામાં તેનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. તોપમાં પ૦ ટકા સામગ્રી દેશમાં જ નિર્મિત કરવામાં આવી છે. સેનાએ સાડા ચાર હજાર કરોડમાં ૧૦૦ તોપોનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ આ ઓર્ડર વૈશ્વિક સ્તરે જાહેર કરેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને પ્રાપ્ત કર્યો હતો. આ તોપો મળવાથી સેનાની પાસે હોવિત્ઝર તોપની ઘટ ઘણે અંશે દૂર થઈ જશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00