સાત રસ્તા સર્કલના બગીચામાં ઘુસેલી મોટરના ચાલક સામે ગુન્હો

જામનગર તા. ૨ઃ જામનગરના સાત રસ્તા સર્કલમાં બગીચામાં બુધવારની રાત્રે ઘુસી ગયેલી એક મોટરના કારણે દીવાલ વિગેરેને નુકસાન થયું હતું. મોટરનાચાલક સામે કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સાત રસ્તા સર્કલમાંથી બુધવારની રાત્રે પસાર થતી ટોયોટો કંપનીની કાળા રંગની ફોર્ચ્યુનર મોટરે સર્કલમાં આવેલા બગીચાની દીવાલ સાથે અથડાઈ અકસ્માત સર્જ્યો હતો.

આ મોટર એટલી સ્પીડમાં હતી કે દીવાલ તોડી બગીચામાં અંદર સુધી ઘુસી ગઈ હતી. તેના કારણે બગીચાની દીવાલ, ગ્રીલ, લાઈટને રૃા. ૧,૩૦,૦૦૦નું નુકસાન થયું હતું. આ બાબતની કોર્પોરેશનના કર્મચારી પી.પી. દવેએ શનિવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરના ચાલક સામે આઈપીસી ૨૭૯ તેમજ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ/ પબ્લિક પ્રોપર્ટી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription